પાકિસ્તાનને સપોર્ટ કરીને તુર્કીએ જ સ્વાર્થી વૃત્તિ બતાવી છે, તો એનો બોયકોટ ચોક્કસપણે થવો જ જોઈએ. અખબારી આલમ દ્વારા સુરતની અનેક સંસ્થા, મંડળ, સંત તથા મહાનુભાવો દ્વારા તુર્કીવાડનું નામ બદલવાની રજૂઆત થઈ છે, જે યોગ્ય જ છે. તો લોકલાગણીને માન આપીને એ એરિયાનું નામ બદલવું જ જોઈએ. લગભગ રોજ જ જનમત તુર્કી પ્રત્યે રોષ દર્શાવે છે. તો હવે રાહ શેની જોવાય છે? તુર્કીવાડનું નામ બદલીને લોકલાગણીને માન પ્રાપ્ત થવું જ જોઈએ. પાકિસ્તાનના ઉછેરેલા સાપને (આતંકવાદી) તુર્કી પરોક્ષ રીતે સપોર્ટ કરતું લાગે છે! બધા જ વ્યવહાર પર રોક લગાવી દેવો જોઈએ. ભૂકંપ સમયે મદદ ભારતે જ મોકલી હતી, એનો આ બદલો? તુર્કીનો બહિષ્કાર યોગ્ય જ છે. ‘કૃતઘ્ની દેશ’!
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પોસ્ટમેન દ્વારા કરાતી હયાતીની કામગીરીમાં ખૂટતી કડી
હાલ બેંકોમાં રાજય સરકારનાં કર્મચારીઓની હયાતીની ખરાઈની કામગીરી ચાલી રહી છે. ચાલુ સાલે ગુજરાત સરકાર દ્વારા તે કામગીરી પોસ્ટમેન દ્વારા પેન્શનરોના ઘરે બેઠા કરાઈ રહી છે. વળી તેઓ બેંકોમાં જઇ પેન્શનરોની આ કામગીરી કરી રહ્યા છે. જે માટે તેઓ પેન્શનરોનાં હાથના અંગૂઠા તથા આંગળીઓનાં નિશાન લઇ આ કામગીરી કરી રહ્યા છે. જિંદગીનાં છ થી વધુ દાયકા પસાર કરેલ વ્યક્તિના હાથના આંગળાંઓને અંગૂઠાઓ કામ કરી ઘસાઈ સપાટ થઇ ગયા હોવાથી તેની છાપ મેળવવામાં નિષ્ફળતા મળે છે. વળી તે કરવામાં સમય પણ વધુ લાગે છે.
આ સંજોગોમાં પોસ્ટમેનને રેટીના ટેસ્ટ-મતલબ કે આંખની તપાસનું સાધન આપવામાં આવે તો આ કામગીરીમાં બગડતો સમય બચી જશે વત્તા પેન્શનરોની હયાતીની કામગીરી સરળતાથી, સચોટ ને ઝડપથી થશે. આશા છે ટપાલખાતું પોસ્ટમેનને રેટીના ટેસ્ટના સાધનથી સજ્જ કરી આ કામગીરી કરવા મોકલશે તો ઘણું સારું પરિણામ મળશે.
વ્યારા – પ્રકાશ સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.