Dakshin Gujarat

કારમાં દમણથી 1.89 રૂપિયાનો દારૂ લઇ જતો સુરતનો બુટલેગર ઝડપાયો

પારડી: પારડી નેશનલ હાઇવે નંબર 48 વલ્લભ આશ્રમ સામે કારમાં રૂપિયા 1.89 લાખના દારૂનો જથ્થો લઈ જતા પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબી ની ટીમ ને દમણ થી દારૂ ભરી હેરાફેરી કરતા હોવાની મળેલ બાતમી ના આધારે હાઇવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન પારડી વલ્લભ આશ્રમ સામે મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક ઉપર કાર આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા બોક્સ નંગ 31 જેમાં 1152 નંગ દારૂની બોટલ જેને કિંમત રૂ.1.89 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક સહદેવ મધુભાઈ ઠુમ્મર રહે. સુરત, મૂળ જુનાગઢને ઝડપી પાડ્યો હતો. આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા જયેશ નામના ઇસમે દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને અન્ય એક ઇસમે દારૂનો જથ્થો ભરાવ્યો હતો. પોલીસે બંનેને વોન્ટેડ બતાવી દારૂનો જથ્થો, કાર, મોબાઇલ સહિત કુલ રૂ. 6.94 લાખના મુદ્દા માલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બિનવારસી લકઝરીયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો
ધેજ: સાદડવેલ ગામે બિનવારસી લકઝરીયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. કારની અસલ નંબર પ્લેટ બદલી ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી બુટલેગરો ખેપ મારી રહ્યા હતા.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.દરમ્યાન હે.કો-નિમેશભાઈ ધનસુખભાઈને બાતમી મળી હતી કે એક સફેદ કલરની જીપ કંમ્પાસ કાર નં:જીજે-૨૧-સીબી-૫૯૯૫ ની આગળનું ટાયર ફાટેલી હાલતમાં છે.જે શંકાસ્પદ કાર છે.અને આ કાર સાદડવેલ ચોકસાઈ ફળીયા ત્રણ રસ્તા પાસે પાર્કિંગ કરેલ છે. જે હકીકત બાતમીના આધારે હે.કો-અલ્પેશભાઈ નવનીતભાઈ,વિજયભાઈ દેવાયતભાઈ, નિમેશભાઈ ધનસુખભાઈ સહિતના સ્થળ ઉપર જઇ તપાસ કરતા ઉપરોક્ત બાતમી મુજબની કાર બિનવારસી હાલતમાં હોય જેની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ તથા ટીન બિયરની નાની મોટી બોટલ નંગ-૮૫૨ કિ.રૂ.૧,૪૯,૦૪૦/- મળી આવતા પોલીસે સદર દારૂનો જથ્થો કબ્જે કરી જીપ કંમ્પાસ કારની કિ.રૂ.૭-લાખ ગણી કુલ્લે રૂ.૮,૪૯,૦૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી જીપ કંમ્પાસ કારનો અજાણ્યો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.

Most Popular

To Top