National

કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાને મોટો ઝટકો: કોર્ટે કર્યો આ આદેશ

બેંગલુરુ: બેંગલુરુ (Bengaluru)ની એક કોર્ટે (Court) ટ્વિટર (Twitter)ને કોંગ્રેસ (Congress) પાર્ટી અને ભારત જોડો યાત્રા (Bharat Jodo yatra)ના હેન્ડલ્સને બ્લોક (Block) કરવાનો નિર્દેશ આપ્યો છે. એમઆરટી મ્યુઝિક કંપનીએ કોંગ્રેસ સામે કોપીરાઈટ કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે આ હેન્ડલ્સ પર KGF-2 ના ગીતો સાથે વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેથી કોપીરાઈટનું ઉલ્લંઘન થયું છે. એમઆરટી મ્યુઝિકે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનાટે વિરુદ્ધ યશવંતપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. મ્યુઝિક કંપનીએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે તેણે હિન્દીમાં KGF-2 ગીતોના અધિકારો મેળવવા માટે ઘણા પૈસા ચૂકવ્યા હતા.

મ્યુઝીક કંપનીએ શું કહ્યું?
એમઆરટી મ્યુઝિક દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવેલા આ ગેરકાયદેસર કૃત્યો કાયદાના શાસન અને ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓના અધિકારો પ્રત્યેની તેમની ઘોર અવગણના દર્શાવે છે. જ્યારે તેઓ દેશ પર શાસન કરવાની તકની શોધમાં આ ભારત જોડો યાત્રાનું આયોજન કરી રહ્યા છે અને સામાન્ય માણસ અને વ્યવસાયોના અધિકારોનું રક્ષણ કરવા માટે કાયદો ઘડે છે.

કોર્ટે એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ આપ્યો
આ મામલે કોર્ટે કહ્યું કે અરજદાર વતી સીડી દ્વારા સાબિત થયું છે કે ગીતના મૂળ વર્ઝનમાં કેટલાક ફેરફારો સાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારના માર્કેટિંગ વીડિયો ચાંચિયાગીરીને પ્રોત્સાહન આપે છે. કોર્ટે પોતાના આદેશમાં ટ્વિટરને બે હેન્ડલ પરથી ત્રણ લિંક હટાવવાનો નિર્દેશ આપ્યો છે અને વધુમાં કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.

કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરી કહ્યું હતું કે, ‘અમે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અને ભારત જોડો હેન્ડલ વિરુદ્ધ બેંગલુરુ કોર્ટના પ્રતિકૂળ આદેશ વિશે વાંચ્યું છે. અમને કોર્ટની કાર્યવાહી વિશે ન તો જાણ કરવામાં આવી હતી કે ન તો બોલાવવામાં આવ્યા હતા. અમને ઓર્ડર મળ્યો નથી. અમે આ મામલે તમામ કાયદાકીય ઉપાયો પર વિચાર કરી રહ્યા છીએ. કોંગ્રેસ પર KGF ચેપ્ટર 2 ના ગીતનો ઉપયોગ કરીને કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. એમઆરટી મ્યુઝિકે આ અંગે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કંપનીની અરજી પર કોર્ટે ભારત જોડો અભિયાનની વેબસાઇટ અને કોંગ્રેસના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. એમઆરટી મ્યુઝિક દ્વારા દાખલ કરાયેલા કેસમાં કોંગ્રેસ, સાંસદ રાહુલ ગાંધી, સુપ્રિયા શ્રીનેટ અને ટ્વિટર ઇન્ક. પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.

Most Popular

To Top