SURAT

જંગલની જમીનના ઉપયોગ મામલે હજીરાની આર્સેલર મિત્તલ કંપનીને મોટો ઝટકો

સુરત: હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ એન્ડ નિપ્પોન સ્ટીલ કંપની દ્વારા ઉપયોગમાં લેવાતી જંગલની જમીનનો ગેરકાયદે ઉપયોગ મામલે રજૂઆત બાદ કેન્દ્રના વન સંરક્ષણ મંત્રાલય દ્વારા આ આખાય પ્રકરણમાં ગુજરાત સરકારને તપાસના આદેશ સોંપવામાં આવ્યા છે. આ સાથે જ તપાસ થાય ત્યાં સુધી જંગલની જમીનનો ઉપયોગ નહીં કરવા આર્સેલર મિત્તલ કંપનીને તાકીદ કરાઈ છે.

  • જંગલની જમીનનો ગેરકાયદે ઉપયોગ મામલે આર્સલેર મિત્તલ કંપની સામે તપાસના આદેશ
  • કેન્દ્ર સરકારના વનસંરક્ષણ મંત્રાલયે ગુજરાત સરકારને તપાસ કરવા આદેશ કર્યો
  • ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયકની રજૂઆતના પગલે કાર્યવાહી

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ભારત સરકાર પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય (વન સંરક્ષણ વિભાગ) ને AM/NS સ્ટીલ કંપની દ્વારા વન સંરક્ષણ ધારા હેઠળ મંજુર થયેલ વન જનીનના બદલે અન્ય જમીનનો લઈ ગેરકાયદેસર બાંધકામ કામગીરી કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી. જેના અંનુંસાધનમાં ભારત સરકાર પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય (વન સંરક્ષણ વિભાગ) દ્વારા તા. 10 મી જાન્યુઆરી, 2023 રોજ (1) અગ્ર સચિવ (વન વિભાગ), ગુજરાત સરકાર, ગાંધી નગર(2)મુખ્ય મુખ્ય વન સંરક્ષક અને ફોરેસ્ટ ફોર્સના વડા ગુજરાત સરકાર,ગાંધીનગર (3)પ્રાદેશિક અધિકારી પર્યાવરણ, વન અને જલવાયું પરિવર્તન મંત્રાલય,ગુજરાત સરકાર અને (4)મુખ્ય વન સંરક્ષક ,ગુજરાત સરકાર,ગાંધીનગર ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ”તા- 29.12.2022 ના રોજની દર્શનભાઈ નાયક, જિ. સુરત દ્વારા ગુજરાત આર્સેલર મિત્તલ નિપ્પોન (AM/NS) સ્ટીલ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે (AM/NS) સ્ટીલ કંપની સુરત દ્વારા જંગલની જમીનનો કબજો મેળવીને જે જંગલની જમીન પરની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેને બંધ કરવામાં આવે. તથા આ સંદર્ભે, રાજ્ય સરકારને તપાસ કરવા વિનંતી કરી છે તેમજ આ બાબતે કાયદા મુજબ તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચના અપાઈ છે.

શું છે સમગ્ર મામલો?
હજીરાની સુરત વન વિભાગના તાબા હસ્તક આવેલી વન જમીનમાં આર્સેલર મિત્તલ/ નિપોન સ્ટીલ કંપની (તત્કાલીન એસ્સાર) દ્વારા 38.71 હેકટર વન જમીન 300 મેગાવોટ પાવર પ્લાન્ટ માટે તથા 27.02 હેકટર વન જમીન રો મટીરીયલ હેન્ડલિંગના કામે વન સંરક્ષણ ધારાની જોગવાઈઓ મુજબ માંગણી કરવામાં આવી હતી અને વન જમીન ભારત સરકાર દ્વારા AM/NS(તત્કાલીન એસ્સાર) કંપનીને ફાળવવા માટેના હુકમો કરવામાં આવ્યો હતો, જે મુજબ વન વિભાગ દ્વારા સવાલ વાળી વન જમીનનો કબજો આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તત્કાલીન એસ્સાર કંપની દ્વારા સને 2009-10 માં ભારત સરકારને નિયત નમૂનામાં દરખાસ્ત કરી વન જમીન ફાળવવા માટેની માંગણી કરવામાં આવી ત્યારે દરખાસ્તમાં જે વિસ્તારની માંગણી(હજીરાના સર્વે નં. 179) કરવામાં આવી હતી અને ભારત સરકાર દ્વારા જે વિસ્તાર FCA હેઠળ મંજુર કરવામાં આવી છે તે વન જમીન અને કબ્જો સોંપવામા આવેલી વન જમીનમાં ખુબ મોટો તફાવત છે. FCA હેઠળની કોઈપણ માંગણીની સાઈટ સ્પેસીફીક હોય છે. તેમાં મંજુર કરવામાં આવેલ વિસ્તારને બદલે અન્ય વિસ્તાર ફાળવી શકાય નહી.

આ કિસ્સામાં વન વિભાગ દ્વારા દરખાસ્તમાં માંગણી કરેલા વિસ્તારને જોઇને કબ્જો આપવાની જગ્યાએ મન ઘડત રીતે કંપનીની અનુકૂળતા મુજબ વન જમીનનો કબજો આપવામાં આવ્યો છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આવી રીતે ખોટો કબ્જો આપી વન વિભાગ દ્વારા સરકારને પણ ગેરમાર્ગે દોરવામાં આવી રહી હોવાનું લાગી રહ્યું છે. વધુમાં કંપનીની અનુકુળતા મુજબ ખોટી વન જમીનનો કબજો સોંપવાના કારણે ખુલ્લી મળેલી 7.18 હેક્ટર વન જમીન માટે કંપની દ્વારા નવી દરખાસ્ત કરવામાં આવેલી છે. જે તદ્દન ખોટું હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.

કંપની દ્વારા જે તે સમયે રો મટીરીયલ હેન્ડલિંગ અને પાવર પ્લાન્ટ જેવા મિકેનીઝમ પ્લાન્ટના કામે મેળવેલ જમીનમાં બ્લાસ્ટ ફરનાંશ જેવો પર્યાવરણ માટે અત્યંત જોખમી પ્લાન્ટ નાંખવા માટે હેતુફેરની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી હતી. પર્યાવરણની દ્રષ્ટિથી જોતા જોખમી એવો આ પ્લાન્ટ નાખતાં પહેલા એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ બાબતે ચકાસણી અત્યંત જરૂરી છે. હજારો લોકોના સ્વાસ્થ્ય ઉપર જેની અસર થવાની સંભાવના હોવાથી આ કામે અલગથી પર્યાવરણીય સુનાવણી રાખવી અત્યંત જરૂરી છે.

વન સંરક્ષણ ધારા હેઠળ કરવામાં આવતી કોઈપણ દરખાસ્ત સરકારને મોકલતા પહેલાં સ્થાનીક વન અધિકારી દ્વારા સાઈટ વિઝિટ કરી અભિપ્રાય રજુ કરવાનો હોય છે. વન જમીનનો કબજો આપતા સમયે વન વિભાગના અધિકારીઓની ટીમ સતત સ્થળ વિઝિટ કરતી હોવા છતાં આ બાબત કેમ ઘ્યાને લેવામાં આવ્યો નથી? વન વિભાગના અધિકારીઓ દ્વારા હેતુફેર માટે મળેલ દરખાસ્ત કોઇપણ જાતની ચકાસણી કર્યા સિવાય ભારત સરકારને ભલામણ સાથે મોકલી આપવામાં આવેલ હોય એવું લાગી રહ્યું છે.

આ સવાલ વાળી જમીન માટે હેતુફેરનું પ્રકરણ હાલ ભારત સરકારમાં પડતર છે. પરંતુ કંપની દ્વારા હેતુફેરની દરખાસ્તને સરકારની મંજુરી મળે તે પહેલાં જ આ જમીનમાં તેઓના પ્લાન્ટના એકસપાંશનને લગત બાંઘકામ કરી વન સંરક્ષણ ધારાની જોગવાઈઓનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો હોવાની સ્થાનિકો દ્વારા મને રજૂઆતો મળી છે. આ કામે અગાઉ પણ રજુઆત કરવામાં આવી છે. જે બાબતે કંપની દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો છે કે અગાઉની દરખાસ્ત અને હાલની હેતુફેર ની દરખાસ્તમાં જે કોમન ફેસિલિટી છે તે ઉપર કંપની કામ કરી રહી છે. જેથી આ કોમન ફેસીલિટી બાબતે તપાસ કરવા વિનંતી છે. કોઈપણ દરખાસ્ત જ્યારે હેતુફેર માટે ફરીથી વિચારણા માટે આવે ત્યારે તે દરખાસ્ત નવેસરથીજ મંજૂર થતી હોય છે. એમાં કોમન ફેસિલિટી માટે અલગથી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. જેથી આ બાબતે જરુરી ચકાસણી કર્યા બાદ તેમની હેતુફેરની દરખાસ્ત બાબતે જરૂરી કાર્યવાહી હાથ ધરવા વિનંતિ છે.

સદર વન જમીનમાં બ્લાસ્ટ ફરનાંશ જેવા પર્યાવરણ માટે અત્યંત જોખમી પ્લાન્ટના કામે પાઇલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ બાબતે જુદા જુદા કોન્ટ્રાકટર ને ઓર્ડર આપવામાં આવ્યા છે. જે બાબતે પણ FCA ની જોગવાઇ ઉલ્લંધન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. મોટી મશીનરીઓનું મોટા પાયા પર મૂવમેન્ટ કરવામાં આવી રહી છે અને મોટા પાયા પર બાંધકામની કામગીરી કરવામાં આવી રહી છે. જો વન સંરક્ષણ ધારાનો ભંગ કરવામાં આવેલો હોય કે કંપની દ્વારા સરકારની મંજૂરી વગર કરવામાં આવતી કોઈપણ કામગીરી જે વન સંરક્ષણ ધારાનો ખુલ્લો ભંગ હોય તો તેને અટકાવી કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તેમજ આ દરખાસ્તને વાયોલેશન હેઠળ ગણી દંડનાત્મક કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે.

Most Popular

To Top