છેલ્લાં કેટલાંક વર્ષોમાં સુરતમાં કોફીના ચલણ અને કોફી રસિકોની સંખ્યામાં જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો છે. શહેરના દરેક ખૂણે ફૂટી નીકળેલા ફાફેઝ આ વાતનું પ્રમાણ છે. પરંતુ કોફી એક્સ્પર્ટસના મત મુજબ સુરતીઓ કોફીના ટેસ્ટ, શોખ અને તે બાબતની સમજમાં પણ ખૂબ ઊંચા છે. આજ અનુસંધાનમાં હાલમાં શહેરમાં વેસુ ખાતેના એક કાફેમાં કોફી માટેની ઇન્ડિયન એરોપ્રેસ ચેમ્પિયનશીપ યોજાઇ હતી. જેમાં શ્રેષ્ઠ બરિસ્ટાઓ (કોફી બનાવનાર) શોધવા એક સાથે 101 લોકો એરોપ્રેસ વડે કોફી બ્રુઇંગ કરી કિર્તિમાન સ્થાપી દીધો. સામાન્ય રીતે મેટ્રો કક્ષાના શહેરોમાં યોજાતી આ એરોપ્રેસ ચેમ્પિયનશીપમાં જ્યારે આ વખતે સુરતમાં યોજાઇ ત્યારે આટલાં મોટા પ્રમાણમાં સ્પર્ધકોએ ભાગ લઇ ફરી એકવાર સુરતીઓએ કોફી પ્રત્યેની પોતાનો ઉત્સાહ, ઇનોવેશન અને લેટેસ્ટ ટ્રેન્ડ ઝીલી લેવાની ક્ષમતા પુરવાર કરી દીધી. ખરેખર જ સુરત એ ગુજરાતના કોફી કેપિટલ તરીકે ઊભરી રહ્યું છે.

ચેમ્પિયનશિપનો અનુભવ અમેઝિંગ રહ્યો: મૂળ કાઠીયાવાડી
એરોપ્રેસ ચેમ્પિયનશિપમાં પ્રથમ જ વખત ભાગ લઈને પ્રથમ વિજેતા નીવડેલાં કાજલ પતલુવાળા જણાવે છે કે, મે વિચાર્યું પણ ન હતું કે હું પ્રથમ વિજેતા નિવડીશ. હું મૂળ કાઠીયાવાડી છું અને અમારા સમાજમાં જ્યાં દીકરીને જોબ કરવાની પણ છૂટ નથી હોતી ત્યારે મારા મમ્મી-પપ્પાએ મને આ ફિલ્ડમાં આગળ વધવા માટે ભરપૂર સપોર્ટ કર્યો. રેસ્ટોરન્ટ અને કેફેમાં કામ કરતી હોવાથી ચેમ્પિયનશિપ પહેલાં મેં એક મહિના સુધી એરોપ્રેસ વડે કોફીની રેસીપીઓ વિવિધ પ્રકારે બ્રુ કરવાની પ્રેક્ટિસ કરી મારા કસ્ટમરર્સ તથા સ્ટાફને ચખાડી તેમનો ફીડબેક લેતી હતી. જેનો લાભ મને કોમ્પિટિશન વખતે મળ્યો. જો કે મે વિચાર્યું ન હતું કે ફર્સ્ટ વિનર હું બનીશ. ચેમ્પિયનશિપમાં ભાગ લેવાથી માંડીને વિનર બનવા સુધીનો અનુભવ અમેઝિંગ હતો. જ્યારે પણ ચેમ્પિયનશીપ યોજાશે હું જરૂર ભાગ લઇશ. આગળ હું ફોરેન જઈને આ જ ક્ષેત્રે આગળ વધવા ઈચ્છું છુ.

એરોપ્રેસ એટલે શું ?
એરોપ્રેસ એટલે કાેૅફી બ્રુ (કોફી બનાવવા) નું એક એવું સાધન જેના ત્રણ ભાગ હોય છે. સામાન્ય રીતે આ એક પ્લાસટીકનું મશીન હોય છે જેમાં ઈલેક્ટ્રિસિટીની જરૂર નથી પણ દરેક કપ કોફી બનાવવા એક ફિલ્ટર પેપરની જરૂર પડે છે.
શું છે એરોપ્રેસ ચેમ્પિયનશીપ?
સામાન્ય રીતે દેશભરના મોટા શહેરો જેમ કે મુંબઇ, િદલ્હી, બેંગ્લોર, કોલકાતા, હૈદરાબાદ જેવા શહેરોમાં અેરોપ્રેસ ચેમ્પિયનશીપ યોજાતી હોય છે. હાલમાં જ સુરત ખાતે આ સ્પર્ધા યોજાઇ. દેશભરમાં યોજાતી આ કોફી બ્રુકરવાની સ્પર્ધાના વિજેતાઓની એક નેશનલ ચેમ્પિયનશીપ યોજાઇ છે જેમાં વિજેતા ભારત વતી આંતરરાષ્ટ્રીય કક્ષાની એરોપ્રેસ સ્પર્ધામાં ભાગ લેવા જાય છે.

આ વખતે 101 લોકોએ ભાગ લઇ રેકોર્ડબ્રેક કર્યો : અમીતભાઈ ઝોરબા
સુરતમાં કોફીના સપ્લાયર અમીતભાઇ ઝોરબા જણાવે છે કે, સુરતમાં બીજીવાર આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનો યોજવાનો આઇડીયા મને મુંબઇમાં યોજાયેલી ચેમ્પિયનશીમાંથી મળ્યો હતો. ગયા વર્ષે યોજાયેલી પ્રથમવાર ચેમ્પિયનશીપમાં કુલ 56 લોકોએ ભાગ લીધો હતો. જ્યારે આ વર્ષ. 101 લોકોએ ભાગ લઇને વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યો હતો. આ કોમ્પિટિશનમાં સુરતના 3 વિનરોને ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝના એરોપ્રેસ મશીન આપવામાં આવ્યા હતા. જેમાં કાજલ પતલુવાળા પ્રથમ વિજેતા નિવડ્ય હતા.જો કે આ ઇવેન્ટમાં સુરત ઉપરાંત વડોદરાથી 6 અને અમદાવાદથી 2 સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.