Charchapatra

DJ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ

આજકાલ લગ્ન, ધાર્મિક તેમ જ અન્ય તહેવારોના પ્રસંગે DJ થી ઘોંઘાટ પેદા કરવાની ફેશન થઈ પડી છે. આ DJ ઘોંઘાટથી વાયુ-પ્રદૂષણ થાય છે, પર્યાવરણ બગડે છે, આપણી શ્રવણશક્તિને નુકસાન પહોંચે છે, પક્ષીઓ ફફડી ઊઠે છે. સગર્ભા મહિલાઓ તેમ જ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે છે. તેનાથી ઈમારતનાં બારી-બારણાં ધ્રૂજે છે. DJ ઘોંઘાટ પર્યાવરણ તેમજ માનવસ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રાજ્યે આ હાનિ નિવારવા માટે DJ પર સંપૂર્ણ રાજ્ય સ્તરનો પ્રતિબંધ મૂકવાની જરૂર છે. આપણું પર્યાવરણ આમેય અનેકવિધ રીતે બગડી રહ્યું છે.

તેમાં DJ પ્રદૂષણ ઉમેરો કરે છે. માણસની શ્રવણશક્તિ 45 ડેસીમલ અવાજ સાંભળવાની છે. પરંતુ DJ અવાજ 90 ડેસીમલની માત્રા સુધી વગાડવામાં આવે છે. તેને રોકવાની જરૂર છે. આ બાબતે નિયમોથી માર્ગદર્શિકાઓ જાહેર થયેલી છે. પરંતુ અહીં નિયમની ઐસીતૈસી અમલમાં છે. કોઈ પાલન થતું નથી. તેથી પર્યાવરણ રક્ષણ તેમજ માનવ સ્વાસ્થ્યને ઘોંઘાટ પ્રદૂષણથી બચાવવા માટે રાજ્યે DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ગંદકી પર જાજમ પાથરવાથી સ્વચ્છતાનો એવોર્ડ મળે એ ભારતમાં જ બની શકે
ગલીરૂપીઓમાં ઠેર-ઠેર ઉકરડાઓના હેવાલો ગુજરાતમિત્રમાં દૃશ્યમાન થાય છે. એ એક જાગૃત દૈનિકપત્રને પ્રશંસા પાત્ર છે ક્યારેક વહિવટીતંત્ર સળવળે તો છે પણ તેનો તજજ્ઞોને કાયમી ઉપાય મળતો નથી. આપણી પ્રજાની આદત પોતાનું આંગણું સ્વચ્છ રાખવું છે પણ પણ શહેરનું પાદર ભલે દુર્ગંધ મારે. ઈન્ફાસ્ટ્રક્ચર પાછળ કરોડોના નબરનાં બાંધકામોમાં વહિવટીતંત્રની બેદરકારી ભ્રષ્ટાચાર આંખે ઉડીને વળગે છે પણ આપણામાં લોક આંદોલનની તાકાતને લકવો લાગી ગયો છે.
અડાજણ, સુરત- અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top