SURAT

વીડિયો કોલ કરી મહિલા નગ્ન થઈ જતાં મહિધરપુરાના 60 વર્ષના વૃદ્ધના કપાળે પરસેવો વળી ગયો

સુરત : સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહેવાનું મહિધરપુરાના વૃદ્ધને (Old Man) ભારે પડ્યું છે. અજાણી મહિલા સાથે મિત્રતા કરવાના ચક્કરમાં વૃદ્ધે ચેટિંગ (Chating) કર્યું અને હની ટ્રેપમાં (Honey Trap) ફસાઈ ગયા. મહિલાએ તોડ કર્યા બાદ વૃદ્ધ હિંમત કરીને પોલીસ ફરિયાદ કરતા આખોય મામલો બહાર આવ્યો છે.

  • મહિધરપુરાના આધેડનું હનીટ્રેપ: અજાણી મહિલા સાથે વિડીયો કોલિંગ બાદ દિલ્હી સાયબર ક્રાઈમમાંથી બોલું છું કહીને 83,000 પડાવ્યા
  • ફેસબુક પર એક મહિલાનો હાય કરીને મેસેજ આવ્યા બાદ 60 વર્ષના મોહિત કંસારાએ વ્હોટ્સઅપ પર વાતચીત શરૂ કરી હતી અને એક દિવસ આવેલા વિડીયો કોલએ તેમની ઉંઘ હરામ કરી નાંખી

મહિધરપુરાના સાઇઠ વર્ષીય આધેડને અજાણી મહિલા સાથે વિડીયો ચેટ કરવાનું ભારે પડી ગયું હતું. તેમાં મહિલા વિડીયો પર નગ્ન (Naked Video Call) થયા બાદ આધેડ સાથેની વાચતીતનો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ (BlackMail) કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ હું આઇપીએસ સંજય સિંગ સાયબર ક્રાઇમ, દિલ્હીથી બોલું છું, તેમ જણાવીને આધેડ પાસે 83,000 રૂપિયાની માંગણી કરતાં ગભરાઈ ગયેલા આધેડે રૂપિયા મોકલી આપ્યા હતા.

આ કેસની વિગત જોઈએ તો કંસારા શેરી, મહિધરપુરામાં રહેતા મોહિત જશંવત કંસારા (ઉ.વર્ષ 60) દ્વારા હનીટ્રેપની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફેસબુક પર તેઓ મોહિત કંસારા નામથી એકટિવ રહે છે. તે સમય દરમિયાન એક અજાણી મહિલાનો હાયનો મેસેજ આવ્યો હતો.

તેઓએ તેની સાથે વ્હોટસઅપ ચેટીંગ કર્યું હતું. ત્યારબાદ આ મહિલા સાથે તેઓની વાતચીત થઇ હતી, મહિલાએ ત્યારબાદ વિડીયો કોલ કર્યા બાદ તે સંપૂર્ણ નગ્ન થઇ ગઇ હતી. જેથી ગભરાઇને મોહિત કંસારાએ ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ હું દિલ્હીમાંથી આઇપીએસ સંજયસિંગ બોલું છું તેમ જણાવીને જો તમારે ધરપકડથી બચવું હોય તો નાણાં આપવા પડશે તેમ જણાવીને આ ટોળકીએ તેમની પાસેથી ટૂકડે-ટૂકડે 83000 રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ પોતાની ઓળખ આઇપીએસ તરીકે આપીને સંજયસિંગે વધુ 97000ની માંગણી કરતા આધેડ દ્વારા મહિધરપુરા પોલીસમાં હનીટ્રેપની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Most Popular

To Top