વડોદરા : વડોદરા શહેર નજીક આવેલા સુલતાનપુરા ગામ ખાતેના ખેતરમાંથી અડધો કલાકની ભારે જહેમત બાદ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા 6 ફૂટના મગરનું રેસ્ક્યુ કરી સહીસલામત વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. વડોદરા શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં વન્ય જીવો રેસ્ક્યુ કરવામાં આવી રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે વધુ એક વખત શહેર નજીક આવેલી સુલતાનપુરા ગામ ખાતેથી છ ફૂટનો મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.
વડોદરાના વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર શહેર નજીક આવેલા સુલતાનપુરા ગામ ખાતેથી સુરેશભાઈએ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક સાધી માહિતી આપી હતી કે અમારા ખેતરની ઓરડી પાસે મગર આવી ગયો છે.જેથી સંસ્થાના વોલીએન્ટર યુવરાજ સિંહ રાજપુત , સંતોષ રાવલ અને વડોદરા વનવિભાગના રેસ્ક્યુઅર શૈલેષભાઈ રાવલને સાથે રાખીને સુલતાનપુરા ગામ ખાતે પહોંચ્યા હતા.જ્યાં ખેતરમાં 6 ફૂટનો મગર નજરે પડ્યો હતો.આ મગરને અડધો કલાકની ભારે જહેમત બાદ રેસ્કયુ કરી વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.