સુરત (Surat) : ડીંડોલીમાં (Dindoli) એક 4 વર્ષીય બાળકી રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાતા મોતને (Death) ભેટી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરકામમાં વ્યસ્ત માતા-પિતાની હાજરીમાં બનેલી આ ઘટના બાદ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બની ગયો છે. માસુમ અંકિતા 4 મહિના પહેલા જ વતનથી સુરત પરીવાર પાસે આવી હતી. ડીંડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મૃત બાળકીના કાકા રવિશંકર મોર્યાએ જણાવ્યું હતું કે રાહુલ મોર્યા યુપીના રહેવાસી છે. ડીંડોલી નવાગામના ગંગા સાગર સોસાયટીમાં રહે છે. સાયકલ ઉપર જાહેરાતના બોર્ડ લઈને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ફરી રોજગારી મેળવે છે. બે દીકરીઓ પૈકી મોટી દીકરી અંકિતા સાથે આ ઘટના બની છે. આખું પરિવાર શોકમાં છે.
ડીંડોલી પોલીસે જણાવ્યું હતું કે ઘટના રવિવારની છે. માસુમ અંકિતા ઘરમાં રમતા રમતા ગેલેરી પાસે જતી રહ્યા બાદ અચાનક નીચે પટકાતા બુમાબુમ થઈ ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી અંકિતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા ટૂંકી સારવાર બાદ મોતને ભેટી હતી. ઘટના સમય એ બાળકીના માતા-પિતા ઘરકામમાં વ્યસ્ત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે.