ભરૂચ: હાલમાં ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચાંદીપુરા વાયરસે એન્ટ્રી કરતા સ્થાનીકો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્રણ દિવસ પહેલા નેત્રંગના ધાંણીખુટ ગામે શંકાસ્પદ એક કેસ હજુ વડોદરામાં સારવાર હેઠળ છે ત્યારે આજ નેત્રંગ તાલુકામાં ખરેઠા ગામમાં ૩ વર્ષનાં માસુમ બાળકનું ચાંદીપુરા સંક્રમણતી શુક્રવારે મોત થતા ભરૂચ જીલ્લામાં ચાંદીપુરા વાયરસમાં મોતની પ્રથમ ઘટના છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.
ત્રણ દિવસ પહેલા ધાંણીખુટ ગામે સાડા ચાર વર્ષનો બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા મેલોથીનના પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. માટીના, કાચા મકાનમાં તિરાડો પુરવા માંડયા હતા. શુક્રવારે બપોરે નેત્રંગ તાલુકામાં ખરેઠા ગામમાં ૩ વર્ષના માસુમ બાળકને તાવ વધારે આવતો હતો અને સાથે જ ખેંચ આવતા એ બાળક બેભાન થઇ ગયો હતો. આ બાળક બેભાન થતા જ તાબડતોબ ડોકટરને બોતાવ્યું હતું. આ બાળકને ભારે તાવ અને ખેંચ આવવાના લક્ષણો તેના પરિવારે બતાવ્યા હતા. જો કે બાળકનું મોત થઇ ગયું હતું. ભરૂચ જીલ્લામાં નેત્રંગ વિસ્તારમાં ચાંદીપુરાનો પગપેસારાથી આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને દવા છંટકાવની કામગીરી હાથ ધરી દીધી છે.
ડોક્ટરે જણાવી આ વાત
જે બાબતે નેત્રંગ સીએચસીના મેડીકલ ઓફિસર ડો.સિંઘ સાથે ટેલીફોનીક વાતમાં જણાવ્યું હતું કે આ બાળકને ચાંદીપુરાનાં લક્ષણ પ્રમાણે ભારે તાવ અને ખેંચ આવવાથી શુક્રવારે બપોરે જ તેનું મોત થઇ ગયું છે. નેત્રંગમાં ચાંદીપુરા વાયરસ અટકાવવા માટે દવાનો છંટકાવ ઘણા દિવસથી શરુ કર્યો છે.