સુરત : પાલ વિસ્તારમાં રહેતા અને સ્ટેટ લેવલના કબડ્ડી પ્લેયર યુવકનું બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. યુવકનું હાર્ટ એટેક થી મોત થયું હોવાની સંભાવના છે.
સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલ વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક રેસિડેન્સીમાં રહેતા 25 વર્ષીય જય મુકુંદ પ્રજાપતિ પરિવાર સાથે રહેતો હતો. અને પ્રાઇવેટ કંપનીના ટ્રેડમાર્ક માટે પ્રોસેસનું કામ કરતો હતો. તેના પિતા ફર્નિચરનું કામ કરે છે.
જય છેલ્લા 10-12 વર્ષથી કબડ્ડીની રમતમાં સક્રિય હતો. જય આજે સવારે કબડ્ડીની પ્રેક્ટિસ કરીને ઘરે આવ્યા બાદ ચા-નાસ્તો બનાવ્યો હતો. ત્યારબાદ બેભાન થઈ ઢળી પડ્યો હતો. બેભાન અવસ્થામાં તેને ૧૦૮ની મદદથી સિવિલ હોસ્પિટલમાં લઈઆવ્યા હતા. હોસ્પિટલમાં હાજર તબીબે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
મૃતક જય અને તેની ટીમ એક મહિના પહેલા મોરબીમાં કબડ્ડી સ્પર્ધામાં વિજેતા બની હતી સ્ટેટ લેવલના કબડ્ડી પ્લેયરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું અનુમાન છે.
I LIKE U લખી આસિસ્ટન્ટ બેંક મેનેજરે ફાંસો ખાધો
સુરત : અડાજણ વિસ્તારમાં રહેતા આસિસ્ટન્ટ બેંક મેનેજરે એક તરફી પ્રેમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે અંગ્રેજીમાં સ્યુસાઇડ લખી હતી. જેમાં હું તને લાઈક કરું છું, હું તેને પસંદ કરું છુ, તેવો ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના અલવર નો વતની અને હાલ અડાજણ વિસ્તારમાં આવેલીા જ્યોતિ દવે ગાર્ડન પાસે પવિત્ર રો- હાઉસમાં 30 વર્ષીય અમન રાકેશ ભાર્ગવ પરિવાર સાથે રહેતો હતો. અમન ના પિતા નિવૃત્ત રેલવેના અધિકારી છે. અમન પરિવારમાં એકનો એક દીકરો હતો. અમન ઇન્ડિયન બેંકની વરાછા શાખામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતો હતો.
ઇન્ડિયન બેંકની વરાછા શાખા માં બે વર્ષ પહેલા અન્ય બેંકમાં ઇન્સ્યોરન્સનું કામ કરતી પરિણીતા મહિલા સાથે તે સંર્પકમાં આવ્યો હતો. જોકે તે મહિલા તેને ફ્રેન્ડ હોવાનું કહેતી હતી. પણ અમન તે મહિલાને એક તરફી પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. શનિવારે બપોરે અમન એ ઘરની અગાસી તરફ જવાના લોખંડના દરવાજા સાથે કેબલ વાયર બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક અડાજણ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં લખ્યું હતુ કે, હું તેને લાઈક કરુ છુ, હું તેને પસંદ કરુ છુ. એવો ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે સ્યુસાઇડ નોટ કબજે લઇ વધુ ઊંડાણપૂર્વક ની તપાસ હાથ ધરી હતી.