SURAT

રાજસ્થાનથી અઠવાડિયા પહેલાં સુરત આવેલા 19 વર્ષીય યુવકનું વિચિત્ર રીતે મોત થયું

સુરત : ખટોદરાના એક ફર્નિચરના કારખાનામાં કમ્પ્રેસરની નોઝલ ખુલી જવાની ઘટનામાં બનેલા વિચિત્ર અકસ્માતમાં કારીગરનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

19 વર્ષીય સેઠારામ જ્યોતિક્રાફ્ટ નામની કંપનીમાં કામ કરતો હોવાનું અને એક અઠવાડિયા પહેલા જ રાજસ્થાન થી સુરત રોજગારીની શોધમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કંપનીના માલિકે જણાવ્યું હતું કે ખીલી ફિટિંગ માટે લવાયેલું મશીન મંગળવારે જ આવ્યું હતું અને કંપનીના માણસો ગુરુવારે બપોરે ફિટિંગ કરી રહ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પરથી બીજા મળે મશીન જોવા આવેલા સેઠારામનું રૂમ માં જવાનું થયું અને ચાલુ મશીનના કોમ્પ્રેસરની નોઝલ ખુલી જતા દુર્ઘટના સર્જાય હતી. માથાના ભાગે ઘવાયેલા સેઠારામને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ માં લઇ જવાયા બાદ 30 જ મિનિટમાં મોત નીપજ્યું હતું. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

શિવલાલ (જ્યોતિ ક્રાફટ ના માલિકના ભાઈ) એ જણાવ્યું હતું કે દુર્ઘટના ગુરુવારની બપોરે બની હતી. ખીલી ફિટિંગના મશીનનું કોપ્રેસરની નોઝલ ચાલુમાં ખુલી જતા ઉછળીને સેઠારામ પર પડતા એ ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ એનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ ખટોદરા પોલીસ સ્થળે આવી પહોંચી હતી. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં જણાવ્યુ હતું કે, સેઠારામ એક અઠવાડિયા પહેલા જ રાજસ્થાનથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. એક નાનો ભાઈ અને માતા-પિતા વતન રાજસ્થાનમાં રહે છે. પરિચિત વ્યક્તિની ભલામણથી સેઠારામને નોકરી પર રખાયો હતો. જ્યોતિ ક્રાફટ દોઢ વર્ષ પહેલા જ શરૂ કરવામાં આવી હતી. ફર્નિચર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલી આ કંપનીમાં અનેક રાજસ્થાની કારીગરો ફર્નિચર બનાવવાનું કામ કરે છે. ગુરુવારની બપોરે બનેલી ઘટના બાદ મશીન બનાવતી કંપની સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ફિટિંગની ગણતરીની સેકન્ડમાં જ ઘટના બનતા અનેક સવાલો મનમાં ઉભા થઇ રહ્યા છે. કંપની ડીંડોલી ની લોકલ છે.

વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની બે મિનિટ પહેલા જ સેથા એ કારખાનામાં આવેલા વેપારીઓને પાણી પીવડાવ્યું હતું. ત્યારબાદ બીજા માળે આવ્યો હતો. મશીનનો રૂમ અલગ જ બનાવવામાં આવ્યો હતો. કંપનીના માણસો અને કારીગરો બહાર નીકળ્યા અને સેઠારામ રૂમમાં પ્રવેશ કરતા જ દુર્ઘટના બની હતી. જેને લઈ કારીગરોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. હાલ તપાસનો વિષય બન્યો છે.

Most Popular

To Top