યુ.એસ.: અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક 15 વર્ષના છોકરાએ સોમવારે સવારે અરકાનસાસ જુનિયર હાઈસ્કૂલમાં એક સાથી વિદ્યાર્થીને ગોળી મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. શંકાસ્પદ વિધાર્થીને કિશોર અટકાયતમાં રાખવામાં આવ્યો છે. પાઈન બ્લફ પોલીસ વડા કેલ્વિન સાર્જન્ટે જણાવ્યું હતું કે, શૂટિંગ વોટસન ચેપલ જુનિયર હાઇ સ્કૂલના રસ્તે થયું હતું. જ્યારે વિદ્યાર્થીઓ સવારે 10 વાગ્યે (સ્થાનિક સમય) ક્લાસ બદલી રહયા હતા. સ્કૂલ પાઈન બ્લફ શહેરમાં છે. જે લિટલ રોકથી લગભગ 65 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં આવેલી છે.
શૂટિંગ બાદ સ્કૂલ બંધ કરવામાં આવી હતી. સાર્જન્ટે જણાવ્યું હતું કે, ગોળીમારી શૂટર ભાગી ગયો હતો પરંતુ નજીકમાં એક ટ્રેકિંગ કૂતરા દ્વારા તેને પકડવામાં આવ્યો હતો.
સાર્જન્ટે જણાવ્યું હતું કે, ગોળીથી ઇજાગ્રસ્ત છોકરાની ઉંમર પણ 15 વર્ષ હતી. તેને સારવાર માટે લિટલ રોક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તે ખૂબ જ ગંભીર હાલતમાં હતો. ઇજાગ્ર્સ્ત બાળકનું નામ બહાર પાડવામાં આવ્યું નથી.
પાઈન બ્લફના પોલીસ પ્રવક્તા લેફ્ટનન્ટ ડેવિડ ડેફૂરે છોકરો જીવંત હોવાની માહિતી આપી હતી. અધિકારીઓને જણાવ્યું હતું કે, આ ઘટનામાં શંકાસ્પદને કિશોર અટકાયત કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. તેની વિરુદ્ધ આરોપ પુખ્ય કે કિશોર અદાલતમાં રજૂ કરવામાં આવશે જે નહીં તે અંગે સરકારી વકીલોએ હજુ સુધી નિર્ણય લીધો નથી. તેમનું નામ ઉંમરને કારણે બહાર પાડવામાં આવ્યું નથી. સાર્જન્ટે જણાવ્યું હતું કે, આ ઘટના શા માટે થઈ છે તે અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.