Vadodara

મકરપુરા જીઆઈડીસી પાસે 15 ફૂટ ઊંડોભુવો પડતાં તંત્રની પોલ ઉઘાડી પડી

વડોદરા: વડોદરાને સ્માર્ટ સિટી નહીં પણ ભૂવા નગરી તરીકે લોકો ઓળખતા થયા છે.તેવામાં શહેરના સુસેન સર્કલથી જયુપીટર ચાર રસ્તા પાસે ભૂવો આકાર પામ્યો હતો.જેને લઈ માંજલપુરના નગર સેવક ઘટના સ્થળે પહોંચ્યા હતા. વડોદરામાં ફરી એકવાર પાલિકાની પોલ ઉઘાડી પડી છે.જીઆઇડીસી રોડ પર પરિશ્રમ નગર પાસે મુખ્ય માર્ગ ઉપર એક 15 ફૂટ ઊંડો ભુવો પડ્યો છે.આ ભુવો બપોરના ચાર વાગ્યાના સુમારે  પડ્યો હતો.પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નહીં હોવાનું જાણવા મળ્યું હતું.સ્થાનિકોના કહ્યા મુજબ વિસ્તારના કાઉન્સિલર શૈલેષ પાટીલને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે અહીંયા પાણી ભરાય છે અને લોકોને મુશ્કેલી પડે છે. જેને લઇને એક મોટો મોટો ભુવો પડ્યો છે.આ તંત્રની બેદરકારી છે.

જો આ 15 ફૂટ ઊંડો ભુવો પડતો હોય તો કોઈ વ્યક્તિ કે જાનવર પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાય.સ્થાનિકોએ વારંવાર વિસ્તારના કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી છે.પરંતુ તેમના આક્ષેપ છે કે કાઉન્સિલર કોઈપણ પ્રકારનું ધ્યાન આપતા નથી.જો આટલો મોટો 15 ફૂટ ઊંડો ભુવો પડતો હોય તો તંત્રની કેટલી બેદરકારી કહેવાય ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી.જેથી તુરંત ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આપી પહોંચ્યા હતા અને ભુવાને ફરતે બેરીકેટ લગાવી કોર્ડન કર્યો હતો.જ્યારે અંતે વિસ્તારના કાઉન્સિલર શૈલેષ પાટીલ સ્થળ પર આવી પહોચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

Most Popular

To Top