સ્વતંત્રતા એ માણસનો એક અબાધિત અધિકાર છે એટલે એના આધારે માણસ પોતે પોતાના કાર્યમાં વૃધ્ધિ મેળવી શકે છે; પણ તેમાં થોડા બંધન કે લીમીટ હોવી જરૂરી છે. કારણ કે વધુ પડતી સ્વતંત્રતા માણસને સ્વચ્છંદી બનાવે છે. તે માણસના કાર્યને અને માણસને બધી રીતે રૂંધે છે. સામ્પ્રતમાં ઔદ્યોગિક ક્ષેત્રે કાર્યરત ઉદ્યોગો અનેક કાયદા, નીતિ નિયમો વિગેરેથી બંધાયેલો છે. તેનું પાલન કાયદાના આધારે કરવા ઉદ્યોગ બંધાયેલો છે. તેથી કહેવાય છે કે ઔદ્યોગિક ક્ષેત્રે જે ઉદ્યોગો છે તે પોતાના કાર્યમાં સ્વતંત્ર નથી. સ્વતંત્ર અને નિયંત્રણના બંધન કે વિમુકત હોય તો કોઇ પણ કામ માણસ ખુબ જ સહેલાઇથી અને પુરી ક્ષમતાથી કરી શકે છે. પરિણામે તેઓ પોતાની ઇચ્છિત બાબતોના પરિણામો કરતા વધારે હાંસલ કરી શકે છે. એટલે સ્વતંત્રતા એ ઉદ્યોગકાર માટે તેની વૃધ્ધિ અને ઉત્થાન માટેનું દ્વાર ગણાય છે.
જો કે ઉદ્યોગોને વ્યવસ્થિત અને નિયમિતની કક્ષામાં ચલાવવા માટે કાયદા અને નીતિ નિયમો પણ ખુબ જરૂરી છે. આનું અસ્તિત્વ ન હોય તો ઉદ્યોગો બધી રીતે સ્વચ્છંદ બની ઉદ્યોગને ખોટી દિશામાં લઇ જવામાં મદદરૂપ બને, પણ કેટલાક કાયદાઓ અને નિયમો વર્ષો જુના અને આજના સમયમાં અપ્રસ્તુત એટલે તે બીન જરૂરી પણ છે. વળી તેમાં જોઇએ એટલી સ્પષ્ટતા ન હોઇ ઉદ્યોગોને તે અડચણરૂપ બને છે, વળી કાયદાની ભાષા દ્વિઅર્થે થતી હોવાને નાતે જેનો દુરઉપયોગ ઔદ્યોગિક ઉદ્યોગો માટેની સરકારી ઓફીસ અને તેનો ઓફીસરો તેનો દુરઉપયોગ કરી ઉદ્યોગોને પોતાના દબાણ હેઠળ રાખે છે. બીજુ ઓફીસરો પોતે સરકારના ખુબ મોટા અધિકારી અને ફરજ હોય તે પ્રમાણે ઉદ્યોગકાર સાથે વર્તે છે. જયારે પરેદશના ચીન અને જાપાનના ઓફીસરો આ બાબતે બિલકુલ જુદા છે. ત્યાં કાયદાના ઓફીસરને ઉદ્યોગકારના મદદનીશના લેબલ હેઠળ ઉદ્યોગમાં કોઇ તકલીફ વિગેરેની માહિતી મેળવીને તેમાં મદદરૂપ બને છે. જયારે ભારતમાં તો ફકત ઉદ્યોગે કાયદાનો કયાં ભંગ કર્યો છે અને થયો છે તેની શોધ કરી દંડ અને સજા કરવાના બ્રિટિશ સમયના કાયદાઓ મુકીને ઉદ્યોગકારને મૂંઝવણમાં મૂકે છે. પણ હવે હાલની સરકારે એક કામ કર્યું છે કે ઓફીસર રાજ દૂરનો અભિગમ અપનાવવાની શરૂઆત કરી છે પણ તેનો અમલ હજુ સુધી થયો નથી.
આજે પરિસ્થિતિઓનું એક નિર્માણ થયું છે કે જે કાયદાઓ અને નિયમો છે તેનું 100 ટકા પાલન થઇ શકે એમ નથી એટલે વાસ્તવિકતાની રૂએ તેમાં ખુબ મોટા ફેરફારની જરૂર છે. એટલે ઉદ્યોગની જે સ્વતંત્રતા છે તે છીનવાઇ ન જાય અને પરિણામે ઉદ્યોગનો ગ્રોથ કે ડેવલપમેન્ટમાં રૂકાવટ ન આવે! જો કે હાલમાં તો ઓફીસરો અને કાયદાના નિરિક્ષકો વારંવાર અકારણે ઉદ્યોગની મુલાકાત લઇને ઉદ્યોગકારનો કિમતી સમય અને નાણાનો વ્યય કરે છે. કોઇ ઉદ્યોગકારને ઉદ્યોગ સ્થાપવો હોય તો તેને અનેક પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ પ્રક્રિયા એટલી બધી ધીમી હોઇ અને અવરોધવાળી હોઇ કેટલીકવાર ઉદ્યોગકાર સ્થાપના કરવામાંથી દૂર થાય છે અને તેઓ કહે છે કે ‘ટુ રન ઇન્ડસ્ટ્રી ઇઝ ક્રાઇમ’ જો આ સ્લોગનને સરકારે દૂર કરવું હોય તો સરકારે તેના કાયદાઓ અને નીતિ નિયમોમાં સાથે કોર્પોરેશનના કાયદાઓમાં જરૂરી ફેરફાર આવશ્યક છે.
વળી ઉદ્યોગોના કાયદાઓની કોર્ટે પણ પોતાની નીતિ નિયમ બદલીને કોર્ટે પોતે પોતાના યોગ્ય ન્યાય ને ન્યાય આપવાની જરૂર લાગે છે. તેઓ કાયદાના વિષયે અને તેની ઉંડી સમજના અભાવ અને ઉદ્યોગની વાતથી પરિચિત ન હોવાથી તેઓ હંમેશા ઉદ્યોગ વિરૂધ્ધ પોતાનું વલણ જાહેર કરે છે અને તેથી આ કોર્ટો પ્રોલેબર કોર્ટ ગણાય છે. કોઇ કારણસર ઉદ્યોગને ઔદ્યોગિક ઓફીસમાંથી એટલે કે સરકારીએ ઉભી કરેલ ઔદ્યોગિક કાર્યાલય છે. તેમાંથી ઉદ્યોગને જે નોટીસ મળે છે.
તેના લખાણો કોઇનું ખુન કર્યું હોઇ એ પ્રમાણે લખાણ સાથે સજા અને દંડ ફટકારવાની ધમકીભર્યા લખાણો જે બ્રીટીશ સમયના હતા તેમાં હજુ સુધી કોઇ મોટા ફેરફાર થયા નથી તેમાં ત્વરીત સુધારાની જરૂર છે. આ સરકારી ઓફીસો ઉદ્યોગો અને કામદારોના રક્ષણ માટેની છે. સરકારે અને કોર્ટે સમજવું જરૂરી છે. આ સરકાર અને કોર્ટો લોકોની છે અને તે તેવા રક્ષણ માટેની છે. ઉદ્યોગોની સ્થાપના માટે જરૂરી જગ્યા, કન્સ્ટ્રકશન, ઉદ્યોગની મશીનરી, તેના રો મટીરીયલ, જરૂરી ચીજવસ્તુ સહેલાઇથી ઉપલક્ષ અને ત્વરીત રીતે થાય તો ઉદ્યોગમાં પ્રવૃત્તિમાં વેગ મળશે તેમાં ખાસ કરીને સ્મોલ સ્કેઇલ ઉદ્યોગો તેમજ મીડીયમ કક્ષાના ઉદ્યોગને તેના ઉત્થાનને વેગ મળશે. ઉદ્યોગ માટેની લાંબી લચક પ્રક્રયા એનઓસીમાન સુધારો થાય તો જ ઉદ્યોગો ઉત્થાનના માર્ગે જશે. – જયોતિન્દ્ર ભ. લેખડિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સ્વતંત્રતા એ માણસનો એક અબાધિત અધિકાર છે એટલે એના આધારે માણસ પોતે પોતાના કાર્યમાં વૃધ્ધિ મેળવી શકે છે; પણ તેમાં થોડા બંધન કે લીમીટ હોવી જરૂરી છે. કારણ કે વધુ પડતી સ્વતંત્રતા માણસને સ્વચ્છંદી બનાવે છે. તે માણસના કાર્યને અને માણસને બધી રીતે રૂંધે છે. સામ્પ્રતમાં ઔદ્યોગિક ક્ષેત્રે કાર્યરત ઉદ્યોગો અનેક કાયદા, નીતિ નિયમો વિગેરેથી બંધાયેલો છે. તેનું પાલન કાયદાના આધારે કરવા ઉદ્યોગ બંધાયેલો છે. તેથી કહેવાય છે કે ઔદ્યોગિક ક્ષેત્રે જે ઉદ્યોગો છે તે પોતાના કાર્યમાં સ્વતંત્ર નથી. સ્વતંત્ર અને નિયંત્રણના બંધન કે વિમુકત હોય તો કોઇ પણ કામ માણસ ખુબ જ સહેલાઇથી અને પુરી ક્ષમતાથી કરી શકે છે. પરિણામે તેઓ પોતાની ઇચ્છિત બાબતોના પરિણામો કરતા વધારે હાંસલ કરી શકે છે. એટલે સ્વતંત્રતા એ ઉદ્યોગકાર માટે તેની વૃધ્ધિ અને ઉત્થાન માટેનું દ્વાર ગણાય છે.
જો કે ઉદ્યોગોને વ્યવસ્થિત અને નિયમિતની કક્ષામાં ચલાવવા માટે કાયદા અને નીતિ નિયમો પણ ખુબ જરૂરી છે. આનું અસ્તિત્વ ન હોય તો ઉદ્યોગો બધી રીતે સ્વચ્છંદ બની ઉદ્યોગને ખોટી દિશામાં લઇ જવામાં મદદરૂપ બને, પણ કેટલાક કાયદાઓ અને નિયમો વર્ષો જુના અને આજના સમયમાં અપ્રસ્તુત એટલે તે બીન જરૂરી પણ છે. વળી તેમાં જોઇએ એટલી સ્પષ્ટતા ન હોઇ ઉદ્યોગોને તે અડચણરૂપ બને છે, વળી કાયદાની ભાષા દ્વિઅર્થે થતી હોવાને નાતે જેનો દુરઉપયોગ ઔદ્યોગિક ઉદ્યોગો માટેની સરકારી ઓફીસ અને તેનો ઓફીસરો તેનો દુરઉપયોગ કરી ઉદ્યોગોને પોતાના દબાણ હેઠળ રાખે છે. બીજુ ઓફીસરો પોતે સરકારના ખુબ મોટા અધિકારી અને ફરજ હોય તે પ્રમાણે ઉદ્યોગકાર સાથે વર્તે છે. જયારે પરેદશના ચીન અને જાપાનના ઓફીસરો આ બાબતે બિલકુલ જુદા છે. ત્યાં કાયદાના ઓફીસરને ઉદ્યોગકારના મદદનીશના લેબલ હેઠળ ઉદ્યોગમાં કોઇ તકલીફ વિગેરેની માહિતી મેળવીને તેમાં મદદરૂપ બને છે. જયારે ભારતમાં તો ફકત ઉદ્યોગે કાયદાનો કયાં ભંગ કર્યો છે અને થયો છે તેની શોધ કરી દંડ અને સજા કરવાના બ્રિટિશ સમયના કાયદાઓ મુકીને ઉદ્યોગકારને મૂંઝવણમાં મૂકે છે. પણ હવે હાલની સરકારે એક કામ કર્યું છે કે ઓફીસર રાજ દૂરનો અભિગમ અપનાવવાની શરૂઆત કરી છે પણ તેનો અમલ હજુ સુધી થયો નથી.
આજે પરિસ્થિતિઓનું એક નિર્માણ થયું છે કે જે કાયદાઓ અને નિયમો છે તેનું 100 ટકા પાલન થઇ શકે એમ નથી એટલે વાસ્તવિકતાની રૂએ તેમાં ખુબ મોટા ફેરફારની જરૂર છે. એટલે ઉદ્યોગની જે સ્વતંત્રતા છે તે છીનવાઇ ન જાય અને પરિણામે ઉદ્યોગનો ગ્રોથ કે ડેવલપમેન્ટમાં રૂકાવટ ન આવે! જો કે હાલમાં તો ઓફીસરો અને કાયદાના નિરિક્ષકો વારંવાર અકારણે ઉદ્યોગની મુલાકાત લઇને ઉદ્યોગકારનો કિમતી સમય અને નાણાનો વ્યય કરે છે. કોઇ ઉદ્યોગકારને ઉદ્યોગ સ્થાપવો હોય તો તેને અનેક પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ પ્રક્રિયા એટલી બધી ધીમી હોઇ અને અવરોધવાળી હોઇ કેટલીકવાર ઉદ્યોગકાર સ્થાપના કરવામાંથી દૂર થાય છે અને તેઓ કહે છે કે ‘ટુ રન ઇન્ડસ્ટ્રી ઇઝ ક્રાઇમ’ જો આ સ્લોગનને સરકારે દૂર કરવું હોય તો સરકારે તેના કાયદાઓ અને નીતિ નિયમોમાં સાથે કોર્પોરેશનના કાયદાઓમાં જરૂરી ફેરફાર આવશ્યક છે.
વળી ઉદ્યોગોના કાયદાઓની કોર્ટે પણ પોતાની નીતિ નિયમ બદલીને કોર્ટે પોતે પોતાના યોગ્ય ન્યાય ને ન્યાય આપવાની જરૂર લાગે છે. તેઓ કાયદાના વિષયે અને તેની ઉંડી સમજના અભાવ અને ઉદ્યોગની વાતથી પરિચિત ન હોવાથી તેઓ હંમેશા ઉદ્યોગ વિરૂધ્ધ પોતાનું વલણ જાહેર કરે છે અને તેથી આ કોર્ટો પ્રોલેબર કોર્ટ ગણાય છે. કોઇ કારણસર ઉદ્યોગને ઔદ્યોગિક ઓફીસમાંથી એટલે કે સરકારીએ ઉભી કરેલ ઔદ્યોગિક કાર્યાલય છે. તેમાંથી ઉદ્યોગને જે નોટીસ મળે છે.
તેના લખાણો કોઇનું ખુન કર્યું હોઇ એ પ્રમાણે લખાણ સાથે સજા અને દંડ ફટકારવાની ધમકીભર્યા લખાણો જે બ્રીટીશ સમયના હતા તેમાં હજુ સુધી કોઇ મોટા ફેરફાર થયા નથી તેમાં ત્વરીત સુધારાની જરૂર છે. આ સરકારી ઓફીસો ઉદ્યોગો અને કામદારોના રક્ષણ માટેની છે. સરકારે અને કોર્ટે સમજવું જરૂરી છે. આ સરકાર અને કોર્ટો લોકોની છે અને તે તેવા રક્ષણ માટેની છે. ઉદ્યોગોની સ્થાપના માટે જરૂરી જગ્યા, કન્સ્ટ્રકશન, ઉદ્યોગની મશીનરી, તેના રો મટીરીયલ, જરૂરી ચીજવસ્તુ સહેલાઇથી ઉપલક્ષ અને ત્વરીત રીતે થાય તો ઉદ્યોગમાં પ્રવૃત્તિમાં વેગ મળશે તેમાં ખાસ કરીને સ્મોલ સ્કેઇલ ઉદ્યોગો તેમજ મીડીયમ કક્ષાના ઉદ્યોગને તેના ઉત્થાનને વેગ મળશે. ઉદ્યોગ માટેની લાંબી લચક પ્રક્રયા એનઓસીમાન સુધારો થાય તો જ ઉદ્યોગો ઉત્થાનના માર્ગે જશે.
– જયોતિન્દ્ર ભ. લેખડિયા
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.