ગાંધીનગર: દ્વારકા નજીકથી 350 કરોડનો ડ્રગ્સન (Drugs) જથ્થો પકડાવવાના મામલે પોલીસ તથા અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાચા હવે વધુ બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. બીજી તરફ આ ડ્રગ્સ પાકિસ્તાન (Pakistan) તરફથી દરિયાઈ માર્ગે (By sea) ગુજરાતમાં (Gujarat) ધુસાડવામાં આવ્યું હોવાની માહિતી તપાસમા બહાર આવી છે. ડ્રગ માફિયાઓએ બોટ ખરીદીને તેને પાકિસ્તાન તરફ મોકલાવી મધદરિયેથી ડ્રગ્સની ડિલીવરી લીધી હતી.
સલાયા બંદરેથી બોટમા આ ડ્રગ્સ લાવનાર બે ડ્રગ્સ માફિયાઓ સલીમ જશરાયા તથા ઈરફાન જશરાયાને ઝડપી લેવાયા છે. આ ઉપરાંત મુંબઈના થાણેના સજ્જાદ સિકંદર ધોસીની પણ ધરપકડ કરી લેવાઈ છે. આ આરોપીઓ હાલમાં રિમાન્ડ પર છે.પહેલા ખંભાળિયા – જામનગર હાઈવે પરથી 17 કિલો હેરોઈન જપ્ત કરાયુ હતું. તે પછી દ્વારકામાંથી 45 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને સલીમ યાકુબ કારા તથા અલી અસગર કારાને પણ ઝડપી લેવાયા હતા. આ રીતે 350 કરોડનું ડ્રગ્સ જપ્ત થયુ છે. આ ડ્રગ્સ માફિયાઓએ 29મી ઓકટો.ના રોજ રૂપેણ બંજદરેથી એક બોટ ખરીદીને તેને પાકિસ્તાન તરફ દરિયાઈ માર્ગે મોકલાઈ હતી. મધ દરિયે પાક.ની જળ સીમા પાસેથી આ ડ્રગ્સ બોટમાં લવાયુ હતું.પોલીસે તપાસ દરમ્યાન સાડા આઠ લાખ તથા એક કાર પણ જપ્ત કરી લીધી છે.
અમદાવાદમાં એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર શખ્સ મુંબઈથી ઝડપાયો
અમદાવાદ: અમદાવાદમાં તાજેતરમાં જ ૭ લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ ડ્રગ્સની હેરાફેરી કરનાર મુખ્ય સૂત્રધાર મુંબઈના મુસ્તાક ખાન પઠાણની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના જેતલપુર પાસેથી ગત ઓગસ્ટ મહિનામાં ૭ લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોને મોકલ્યો હતો ? તેની તપાસ કરતા આ એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈ થી મુસ્તાકખાન પઠાણ નામના શખ્સે મોકલ્યો હોવાની હકીકત બહાર આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઈ જઈને સ્થાનિક પોલીસની મદદથી મુંબઈના ત્રિવેણીનગર ખાતે રહેતા મુસ્તાકખાન પઠાણની તેના ઘરેથી ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. તેની પ્રાથમિક પૂછપરછમાં અગાઉ અમદાવાદમાં મોકલેલો એમડી ડ્રગ્સનો જથ્થો તેણે જ સપ્લાય કર્યો હોવાની કબુલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.