SURAT

સુરતની આ મહિલા સામાજિક કાર્યકરે આ કામ કરવા માટે 7 લાખ રુપિયા માંગ્યા

સુરત: (Surat) સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 4 ઝાંપાબજારમાં (Zjampa Bazar) નોંધ નં 4960 વાળી ગ્રાઉન્ડ પ્લસ વત્તા પાંચ માળની બિલ્ડીંગનો પ્લાન મંજૂર કરાયો હતો. જો કે મંજુર પ્લાન વિરૂધ્ધ ફ્રન્ટ સાઇટથી ચારથી પાંચ ફુટ બહાર કાઢી ગેરકાયદે બાંધકામ કરાયું છે અને આ બાંધકામ જો તોડાવવું ન હોય તો, રૂા. 7 લાખ આપવા પડશે તેવી માંગ સામાજીક કાર્યકર્તા ઝેહરા સાયકલવાલા દ્વારા તે બાંધકામના માલિક પાસેથી કરવામાં આવતી હોય તેવો ઓડિયો વાયરલ (Audio Viral) થયો છે. પરંતુ કોમર્શીયલ બાંધકામના માલિક દ્વારા આ રકમ આપવાની ના પાડતા સામાજીક કાર્યકર્તા આ મહિલાએ મનપા કમિશનરને આ બાંધકામ તોડી પાડવા માટે રજુઆત કરી હતી. જેને પગલે મનપા દ્વારા શુક્રવારે અહી ડિમોલીશનની (Demolition) કામગીરી કરવામાં આવી હતી. ઝેહરા સાયકલવાલા દ્વારા આ અંગે ખુલાસો પણ કર્યો છે કે, મેં કોઇ રૂપિયા તેઓ પાસે માંગ્યા નથી. તેઓનો સરગમ શોપિંગમાં બંગલો હતો એમાં તેમના રૂા. 20 લાખ તે પચાવી ગયો છે. મારી પાસે તેના પુરાવા પણ છે. જે અંગે તેણે માફી પણ માંગી છે. તેમ આ મહિલાનું કહેવું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દિવાળી પહેલા ઝાંપાબજાર સૈફી મહોલ્લામાં ગેરકાયદે બાંધકામ મામલે સામાજિક મહિલા કાર્યકર ઝેહરા સાયકલવાલાનો રૂા. 7 લાખની માંગણી કરતો ઓડિયો વાયરલ થયો હતો. શુક્રવારે મનપાએ સામાજિક મહિલા કાર્યકરની ફરિયાદના આધારે ડિમોલીશન શરૂ કરી દીધું છે. પરંતુ બાંધકામ ન તોડવા માટે 7 લાખની માંગણીનો વાયરલ થયેલા ઓડિયોને લઇ ચર્ચાએ જોર પકડ્યું છે. વોર્ડ નં 4 નોંધ નં 4960 વાળી ગ્રાઉન્ડ પ્લસ વત્તા પાંચ માળની બિલ્ડીંગનો પ્લાન મંજૂર કરાયો હતો. જો કે મંજૂર પ્લાન વિરૂધ્ધ ફ્રન્ટ સાઇટથી ચારથી પાંચ ફુટ બહાર કાઢી ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ આ મહિલા કાર્યકરે મનપા કમિશનરને રજૂઆત કરી હતી. જે રજૂઆત બાદ સેન્ટ્રલ ઝોનની ટીમ આજે ડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી. 500 ચો.ફુટ ચણતર કામ તથા 200 ચોરસફુટ આરસીસી સ્લેબ તથા બીમ સહિતનું બાંધકામ દૂર કરાયું હતું. આ મામલે સામાજીક મહિલા કાર્યકર ઝેહરા સાયકલવાલાનું કહેવું છે કે, અગાઉ મનપા દ્વારા બાંધકામ તોડ્યું હતું પરંતુ દિવાળી રજાનો ગેરલાભ ઉઠાવી ફરી બાંધકામ કરવામાં આવ્યું છે. મેં કોઇ પૈસા એની પાસે માંગ્યા નથી. તેમ આ મહિલાનું કહેવું છે.

Most Popular

To Top