Business

ચેન્નાઈના વરસાદે સુરતના કાપડ બજારની ચિંતામાં વધારો કર્યો, પોંગલની સિઝન પર પાણી ફરી જવાની દહેશત..

છેલ્લાં છ દિવસથી ચેન્નાઈમાં (Chennai) ધોધમાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે, જેના લીધે ચારેતરફ પાણી ભરાઈ ગયા છે. દરમિયાન આજે હવામાન વિભાગે (Weather Department) 45 કિ.મી.ની ઝડપે જોરદાર પવન ફૂંકાય તેવી આગાહી કરી છે. ચેન્નાઈમાં ભારે વરસાદના લીધે તબાહી સર્જાય છે ત્યારે સુરતના કાપડ બજારની (Surat Textile Market) ચિંતામાં વધારો થયો છે.

દક્ષિણમાં 14 જાન્યુઆરીએ પોંગલનો (Pongal) તહેવાર ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતનો આ સૌથી મોટો તહેવાર છે. દર વર્ષે નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન સુરતના કાપડ બજારમાંથી રૂપિયા 1200 કરોડનું કપડું દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તમિલનાડુ સહિતના બજારોમાં ઠલવાતું હોય છે. આ વર્ષે વરસાદના લીધે પોંગલની સિઝન પર પાણી ફરી વળશે તેની ચિંતા ઉભી થઈ છે.

પ્રતીકાત્મક તસ્વીર.

વેપારીઓ મિલોમાં બે મહિનાના પ્રોગ્રામ આપી બેઠાં છે અને સાઉથથી ઓર્ડરનો એકેય ફોન આવ્યો નથી

ચાર દિવસથી એક પણ ફોન આવ્યો નથી. દિવાળી પર માલ ગયો તે રૂપિયા આવશે નહીં. મિલોને 2 મહિનાનો પ્રોગ્રામ આપ્યો છે તે અટવાઈ જશે. કાપડના વેપારી રંગનાથ શારડાએ કહ્યું કે, પોંગલની સિઝન 1200 કરોડ હોય છે. નવેમ્બરથી જ વેપારીઓ મિલોમાં પ્રોગ્રામ આપી દે છે. નવેમ્બરના બીજા અઠવાડિયાથી દક્ષિણમાંથી ઓર્ડર આવતા હોય છે, જે 5 જાન્યુઆરી સુધી ડિસ્પેચ થાય છે. આ વખતે છેલ્લાં 6 દિવસ થી ચેન્નાઈમાં ભારે વરસાદના લીધે ચાર દિવસથી ઓર્ડરના ફોન આવી રહ્યાં નથી. આ અગાઉ ગયા વર્ષે નિસાર વાવાઝોડું આ જ સમયે ત્રાટક્યું હતું.

છેલ્લાં 5 વર્ષથી ચેન્નાઈમાં નવેમ્બરમાં ધોધમાર વરસાદ વરસે છે

નોંધનીય છે કે છેલ્લાં 5 વર્ષથી ચેન્નાઈમાં દિવાળી બાદ નવેમ્બર મહિનામાં ભારે વરસાદ વરસે છે. ગયા વર્ષે નિસાર વાવાઝોડું ત્રાટક્યું હતું. તેના લીધે ભારે તબાહી થઈ હતી. આ અગાઉ વર્ષ 2015માં પણ ભારે વરસાદના લીધે ચેન્નાઈમાં ચારેતરફ પાણી ભરાઈ ગયા હતા. છેલ્લાં 5 દિવસથી ચેન્નાઈમાં સર્જાયેલા જલતાંડવે 2015ના વરસાદની યાદ અપાવી દીધી છે.

Pongal 2017: How Pongal is celebrated in Tamil Nadu | India.com

પોંગલ તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

દરેક જાન્યૂઆરીમાં તમિળ લોકો પોંગલ નામે તહેવાર ઉજવે છે. જે એક પાક કાપણીનો તહેવાર છે. આ તહેવારનું નામ વાનગીના નામ પરથી પડ્યું છે . કેમકે સવારે આ પોંગલ તૈયાર કરી સૂર્ય તથા અન્ય ભગવાનોને પાક ની કાપનીનો આભાર માનતા ચડાવવામાં આવે છે. પોંગલ બે પ્રકારની હોય છે: શકરી પોંગલ (મીઠો પોંગલ) અને વેન પોંગલ (હળવો મસાલેદાર પોંગલ). પોંગલ આ શબ્દ મોટે ભાગે મસાલેદાર પોંગલ માટે વપરાય છે જે એક સાવારનો નાસ્તો છે. ચોખાને દૂધ , ગોળ સાથે માટીના પાત્રમાં પોંગલ નામના તહેવારને દિવસે લાકડાની આગ પર રાંધીને બનાવાતો પોંગલ ને પણ પોંગલ કહે છે.

Most Popular

To Top