National

વધુ 46 કિલો ડ્રગ્સ પકડાયું: મોડીરાત્રે પોલીસે દ્વારકાના સલાયામાં સર્ચ ઓપરેશન કર્યું, મોટી સફળતા હાથ લાગી

બુધવારે દ્વારકામાંથી (Dwarka) 17 કિલો ડ્ગ્સ (Drugs) ઝડપાયા બાદ પોલીસ (Police) દ્વારા સર્ચ ઓપરેશન (Search Opernation) હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત્રે સર્ચ દરમિયાન અહીંના સલાયા (Salaya) વિસ્તારમાંથી વધુ 46 કિલો ડ્રગ્સ મળી આવ્યો છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સલીમ અને અલી નામના બે આરોપીની ધરપકડ કરી છે. આમ, બે દિવસમાં દ્વારકામાંથી કુલ 63 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.

આ અગાઉ મુન્દ્રાના (Mundra) અદાણી પોર્ટ (Adani Port) પરથી પોલીસે 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું. તે જોતાં દિનપ્રતિદિન ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. ડ્રગ્સના દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર એલર્ટ થઈ છે. મુન્દ્રા બાદ દ્વારકામાંથી 63 કિલો ડ્રગ્સ પકડી પાડ્યું છે.

ગઈકાલે બુધવારે દ્વારકામાં ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી હતી, તેઓની પૂછપરછના આધારે બે આરોપી સલીમ અને અલી ના ઘરે મોડી રાત્રે સર્ચ કરાઈ હતી, જેમાં વધુ 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આજે પકડાયેલા ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યુ હોવાની પોલીસે બાતમી મળી હતી. જે આધારે દેવભૂમિ દ્વારકા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી એક શખ્સને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે. વાડીનાર નજીકથી એક આરોપીને 14 થી 15 કિલો દ્રગ્સ સાથે ઝડપી લેવાયો છે. જેની બજાર કિંમત રૂપિયા 70 કરોડ હોવાનું માનવામાં આવે છે.

નોંધનીય છે કે, તાજેતરમાં મુંદ્રામાંથી અંદાજીત રૂપિયા 21 હજાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ટેલકમ પાવડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું.  21 હજાર કરોડના ડ્રગ્સ કેસ ઉપરાંત શંકાસ્પદ કન્ટેનરો અંગે પણ NIAએ તપાસ શરૂ કરી છે. DRIએ 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. આ કેસમાં NIA આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ અફઘાનિસ્તાનથી આવતા અર્ધ પ્રોસેસ્ડ ટેલ્કમ સ્ટોન્સના માલની આડમાં હેરોઈનની જપ્તી સાથે સંબંધિત છે, જે ઈરાનના અબ્બાસ બંદરેથી મુંદ્રા બંદરે પહોંચ્યું હતું.

Most Popular

To Top