માનવ-જીવન રમકડા જેવું છે, સંસાર એ નાટકનો રંગમંચ છે, સંસારમાં રહીને અનેક પ્રકારના પાત્રો ભજવવા પડે છે. જિંદગી પછી છેવટે મોત તો સૌ માટે નિશ્ચિત છે, ભગવાન, વિધાતાએ જે આવરદા આપી હોય ત્યાં સુધી જીવવાનું છે, રમકડારૂપી મનુષ્યને ભગવાન શ્રીરામે જેટલી ચાવી ભરી હોય એટલું જ રમકડું (ખિલૌના) ચાલે છે, આથી જીવન હસતા હસતા જીવવું જોઇએ અને તનાવ મુકત રહો તો જીવનમાં પ્રસન્નતા આવે છે. સગાવ્હાલા સ્નેહી મિત્રો પરિવારજનો આ બધો માયાનો ખેલ છે, ઘર, સંપત્તિ, સંતતી કોઇ સાથે નથી આવવાનું સૌએ એકલા જવાનું છે. સિતારામ પરિવારના પૂ. બાલુરામ બાપુ સત્સંગ સભામાં વ્યાસપીઠ પરથી દોહરાવે છે, જીવન અમૃત જેવું કે ઝેર જેવું હોય પરંતુ જીવવું પડે છે કેમકે જીવીશું તો જેમ તેમ પરંતુ મરીશું કેમ કેમ? લોભ, મોહ, માયા, ધન સંપત્તિનો મોહ શા માટે? છેવટે કહે છે, ‘દુનિયા મેં હમ આયે હૈ, તો જિના હી પડેગા, જીવન અગર જહર હૈ તો પિના હી પડેગા.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જિતની ચાબી ભરી રામને, ઇતના ચલે ખિલૌના…
By
Posted on