SURAT

ગો-એર 11 નવેમ્બરે સુરતથી દિલ્હી, કોલકાતા અને બેંગ્લુરુની ફલાઇટ શરૂ કરશે

સુરત: (surat) સુરત એરપોર્ટથી (Airport) વિમાન સેવા શરૂ કરવા માટે વધુ એક નવી એરલાઇન્સ (Airlines) જોડાઇ રહી છે. ગો-એર (Go Air) દ્વારા 11 નવેમ્બરથી સુરતથી દિલ્હી, કોલકાતા અને બેંગ્લુરુની ફલાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં સુરતથી દિલ્હીની 2 અને સુરતથી કોલકાતા-બેંગ્લુરુની 1-1 ફલાઇટ માટે એરલાઇન્સે બુકિંગ શરૂ કર્યું છે. જણાવી દઈએ કે 11 નવેમ્બરથી એરલાઇન્સ 3 શહેરોનો જોડતી 4 ફલાઇટ શરૂ કરવા જઇ રહી છે.

  • સુરતથી દિલ્હીની 2 અને સુરતથી કોલકાતા-બેંગ્લુરુની 1-1 ફલાઇટ માટે એરલાઇન્સે બુકિંગ શરૂ કર્યું
  • 11 નવેમ્બરથી એરલાઇન્સ 3 શહેરોનો જોડતી 4 ફલાઇટ શરૂ કરવા જઇ રહી છે

જોકે નવાઇની વાત એ છે કે એરલાઇન્સે ટિકિટનું બુકિંગ શરૂ કર્યું છે પરંતુ હજી સુરત એરપોર્ટ પર ટિકિટ કાઉન્ટર અને એરલાઇન્સની ઓફિસ લીધી નથી. શકયતા એવી છે કે 2-3 દિવસોમાં આ એલોટમેન્ટ સ્ટેશન મેનેજર કરી શકે છે. ગો-એર દ્વારા સુરત એરપોર્ટમાં ગ્રાઉન્ડ સ્ટાફ અને અન્ય સ્ટાફની ભરતી માટે આવતીકાલે ઇન્ટવ્યુ પણ રાખ્યા છે. ગો-એર દ્વારા સુરતથી દિલ્હી, બેંગ્લુરુ અને હૈદરાબાદ માટે વિન્ટર શિડયુલમાં 31 ઓકટોબરથી 26 માર્ચ 2022 સુધીના સ્લોટ મંજૂર કરાવવામાં આવ્યા હતા. જેમાં કોલકાતાનો ઉલ્લેખ નહતો. 11 નવેમ્બરથી એરલાઇન્સ 3 શહેરોનો જોડતી 4 ફલાઇટ શરૂ કરવા જઇ રહી છે.

ગો-એર દ્વારા ફલાઇટ શિડયુલ જાહેર કરાયું

  • ગો-એર દ્વારા જે શિડયુલ જાહેર કરવામાં આવ્યંુ છે તે પ્રમાણે બેંગ્લુરુ-સુરતની ફલાઇટ 17.30 કલાકે આવશે અને સુરતથી 18.00 કલાકે બેંગ્લુરુ જવા રવાના થશે.
  • દિલ્હી સુરતની ફલાઇટ 08.20 કલાકે આવશે અને 08.50 કલાકે દિલ્હી જવા રવાના થશે.
  • દિલ્હી સુરતની બીજી ફલાઇટ 20.10 કલાકે સુરત આવશે અને સુરતથી 20.40 કલાકે દિલ્હી જવા રવાના થશે.
  • કોલકાતા સુરતની ફલાઇટ 13.30 કલાકે સુરત આવશે અને 14.05 કલાકે સુરતથી કોલકાતા જવા રવાના થશે.

Most Popular

To Top