National

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, હાથ પકડી ચાલતા જોવા મળ્યા…

PM નરેન્દ્ર મોદી સોમવારે ભાજપના ભીષ્મ પિતામહ કહેવાતા લાલકૃષ્ણ અડવાણીને (Lalkrishna Advani) મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસની શુભેચ્છા આપવા તેઓ પહોંચ્યા હતા. PM નરેન્દ્ર મોદીની (Narendra Modi) સાથે ગૃહમંત્રી (Home Minsiter) અમિત શાહ (Amit Shah) , રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Sinh) અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર હતા. પીએમ નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ નેતાને પુષ્પ આપી શુભેચ્છા પાઠવી હતી અને પછી તેમનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી, વેંકૈયા નાયડુ અને રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓ લાલકૃષ્ણ અડવાણીના ઘરે તેમની સાથે બેસી ચર્ચા કરી હતી.

આ પહેલા એક ટ્વિટ દ્વારા અડવાણીને શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, ‘આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભકામનાઓ. હું તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું. તેમણે લોકોને સશક્ત કરવા અને આપણા સાંસ્કૃતિક ગૌરવને વધારવા માટે કરેલા પ્રયાસો માટે રાષ્ટ્ર તેમનો ઋણી રહેશે. તેમની વિદ્વતા અને બુદ્ધિમત્તા માટે સર્વત્ર તેમનું સન્માન પણ થાય છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે અડવાણીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, “તેમની ગણના ભારતના સૌથી આદરણીય નેતાઓમાં થાય છે, જેમની વિદ્વતા, દૂરંદેશી, બૌદ્ધિક ક્ષમતા અને મુત્સદ્દીગીરીને બધા માન આપે છે. ભગવાન તેને સ્વસ્થ રાખે અને લાંબુ આયુષ્ય આપે.’ 

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, ભાજપને જનતા સુધી લઈ જનાર અને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અડવાણીજી પાર્ટીના કરોડો કાર્યકરો માટે પ્રેરણા છે. હું તમારા લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે ભગવાનને પ્રાર્થના કરું છું.’ અડવાણીનો જન્મ સિંધ પ્રાંત (હાલ પાકિસ્તાન)ના કરાચી શહેરમાં એક સિંધી હિન્દુ પરિવારમાં થયો હતો. તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હતા. રાષ્ટ્રીય ક્ષિતિજ પર ભાજપના ઉદયનો સૌથી મોટો શ્રેય અડવાણીને જાય છે. 80ના દાયકામાં તેમણે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે યાત્રા કાઢી હતી અને ત્યારપછી દેશભરમાં બીજેપીનો ટેકો વધતો ગયો. 

નોંધનીય છે કે, 8 નવેમ્બર 1927ના રોજ હાલના પાકિસ્તાનના કરાંચી શહેરમાં જન્મ થયો હતો. તેઓનો આજે 94મો જન્મદિવસ હતો. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ ઉપવડાપ્રધાન અને ગૃહમંત્રી રહ્યા હતા. તેમના બે સંતાન પ્રતિભા અડવાણી અને જ્યંત અડવાણી છે.

Most Popular

To Top