એક્ટર્સ પર સારૂ દેખાવવાનું દબાણ હોય છે નહીં તો કામ ન મળવાનું પ્રેશર રહે છે. સિક્સ પેક્સ અને સારી બોડીની ચાહ આ ખતરાને વધારે છે. ફિલ્મી સિતારાઓની જેમ દેખાવવા માટે યુવાનો પણ સતત જીમમાં જઈને અનેક અખતરા કરવા જાય છે. જે તેમના માટે જોખમ ઉભું કરી શકે છે.
હાલમાં જ સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. પુનીતના મોતની સાથે જ ટ્વીટર પર એક વખત ફરી નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના વધતા મામલા પર ચિંતા વધતી જઈ રહી છે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં 40 વર્ષના ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. યુવાઓમાં હાર્ટ એટેકના વધતા કેસોની પાછળ એક્સપર્ટ્સ ઘણા કારણો માને છે. યુવાઓ પર બોલિવુડ સેલિબ્રિટીઝનો ક્રેઝ એટલો વધી ગયો છે કે તે તેમના જેવી બોડી બનાવવા માટે કલાકો સુધી જીમમાં પરસેવો વહેવડાવે છે.
પરસેવા સુધી તો ઠીક છે પરંતુ ઘણી જગ્યા પર યુવાઓને હેવી ન્યૂટ્રિશન લેવાની સલાહ આપવામાં આવી રહી છે. ન્યૂટ્રિશનના ચક્કરમાં યુવા એમ્બોલિક સ્ટેરોયડ જેવા પ્રોડક્ટનો ઉપયોગ કરવા લાગે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. જીમમાં જ્યારે વજન ઉંચકવામાં આવે ત્યારે માંસપેશિયોમાં તણાવ આવે છે. અને વજન ઉંચકવાથી શિરાઓમાં દબાણ આવે છે. ઘણા જીમ યુવકોને સ્ટેરોયડ લેવાની સલાહ આપે છે. અને સ્ટોરોઈડ સ્વાસ્થય માટે ડેન્જર હોય છે. શક્ય છે કે સુરતમાં આવા જીમની સંખ્યા ઓછી હશે પણ તે એક ચિંતાનો વિષય છે.
ગમે તેમ પ્રોટિન લેવું પણ જોખમ
એવી આધારહિન માન્યતા છે કે જે લોકો જીમમાં જાય તેમને પ્રોટીન લેવું જોઈએ, પરંતુ હકીકતમાં આ એકદમ ખોટું છે. જ્યાં સુધી ડાયટમાં પ્રોટીનની ઉણપ ન હોય ત્યાં સુધી સપ્લીમેન્ટ લેવાની કોઈ જરૂર નથી. જે લોકો રમત ગમત સાથે જોડાયેલા હોય છે તે પણ ડોક્ટર કે પછી ડાયટીસ્યનની સલાહ પછી જ પ્રોટીન લેતા હોય છે.
યુવાનોમાં સિગરેટ અને દારૂનું વધતુ સેવન
આજકાલ મોટાભાગના યુવાનો 18થી 25 વર્ષની ઉંમરમાં જ ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરવાનું શરૂ કરી રહ્યા છે. ડોક્ટરોનું માનીએ તો યુવાઓની આ આદત તેમના કાર્ડિયોવસ્કુલર ડિઝીઝનો શિકાર બની રહી છે. હકીકતે, કાર્ડિયોવસ્કુલર હાર્ટ ડિઝીઝ એક ગંભીર સમસ્યા છે. જે તેમના પ્રકારને હૃદય રોગના કારણે બને છે. ડોક્ટર્સનું કહેવું છે કે જે યુવક દિવસભરમાં 10 સિગરેટ પીવે છે. તેમનામાં હાર્ટ એટેકનો ખતરો 50 ટકા સુધી વધી જાય છે.