Charchapatra

લોકોની માનસિકતા સામે સવાલો

ડ્રગ્સ કાંડમાં ધરપકડ થયા બાદ 28 દિવસના કારાવાસ પછી શાહરૂખના પુત્રનો છુટકારો થયો! આ 28 દિવસમાં મીડિયાએ શાહરૂખના આ ‘ઝીરો’ પુત્રને ‘હીરો’ બનાવી દીધો અને એના પ્રત્યેક ન્યૂઝને ‘નેશનલ ન્યૂઝ’ બનાવી દીધા! જેમકે જેલમાં શું ખાય છે? શું કરે છે? શું વાંચે છે? વિગેરે વિગેરે. દેશમાં પ્રતિબંધિત અને યુવાધનને રવાડે ચડાવતા ડ્રગ્સ લેવાના કેસમાં એ ઝડપાયો છે, એ સમાચારને આટલું બધું મહત્ત્વ આપવાનું? અને હદ તો ત્યારે થાય છે જયારે શાહરૂખ પુત્રને જામીન મળે છે ત્યારે એના બંગલા બહાર ઢોલ નગારા અને આતશબાજી સાથે લોકો જશ્ન મનાવે છે! ખરેખર દુ:ખદ! શું આર્યન ખાન મેદાને જંગ જીતીને આવ્યો છે? કે એ માટે આ જશ્ન મનાવવો પડે? અત્યારે કાશ્મીરમાં દેશના કેટલાય જવાનો શહીદ થઇ રહ્યા છે તેની મીડિયા ભાગ્યે જ નોંધ લેતી હશે! અને તેથી જ આવા ‘કાંડો’માં બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલી ન્યૂઝ ચેનલોના કવરેજ અને જશ્ન મનાવતા લોકોની માનસિકતા સામે સવાલો ઊભા થાય છે!
સુરત     – ભાર્ગવ પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top