SURAT

સુરતમાં પિતાએ 7 વર્ષની સગી દીકરીને વીડિયો કોલ કર્યો અને..

સુરત : માતા-પિતાનો (Parents) એકબીજા સાથેના વ્યવહારની ગંભીર અસર કુમળા બાળકો ઉપર પડતી હોય છે. માતા-પિતા કેવું વર્તન કરે છે, કોણ સારું છે અને કોણ ખરાબ તેની પણ સમજ બાળકોને થતી હોય છે. પિતાની માતા સાથે દુર્વ્યવહારની અસર બાળકીના મગજ ઉપર ખુબ જ ગંભીર થઇ હતી, બાળકી (Girl) પિતા (Father) સાથે વીડિયો કોલમાં (Video Call) પણ વાત કરી શકતી ન હતી અને રડતી હતી. આવા એક કેસમાં પિતાએ દિવાળીના (Diwali) તહેવાર સમયે બાળકીનો કબજો મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ બાળકી અને પિતા વચ્ચેની વાતચીતનો વીડિયો સીડીનો પુરાવો કોર્ટમાં રજૂ કરતા સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા હતા, કોર્ટે આ બાબતને ખુબ જ ગંભીરતાથી લીધી હતી અને પિતાની અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત મુબ સિટીલાઇટના ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશના લગ્ન હીનાબેન (બંને નામ બદલ્યુ છે)ની સાથે થયા હતા. લગ્નજીવન થકી તેઓને સંતાનમાં એક પુત્રીનો જન્મ થયો હતો જેની હાલમાં સાત વર્ષની ઉંમર છે. બે વર્ષ પહેલા યોગેશે હીનાબેનના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને તેને ઢોર માર માર્યો હતો અને અમાનવિય વર્તન કર્યું હતું.

યોગેશના આ વર્તનની તેની સાત વર્ષિય પુત્રી ઉપર ગંભીર અસર થઇ હતી. યોગેશના અયોગ્ય વ્યવહારથી હિનાબેન બાળકીને લઇને પિયરમાં રહેતા હતા સાથે જ સુરતની કોર્ટમાં ભરણપોષણની ફરિયાદ કરી હતી. બાદમાં યોગેશે પુત્રી સાથે વાત કરવા માટેની પરવાનગી માંગતા કોર્ટે વીડિયો કોલ દ્વારા પુત્રી સાથે વાત કરવા આદેશ કર્યો હતો. ત્યારે હાલમાં ફરીવાર દિવાળીના તહેવારને લઇને યોગેશે કોર્ટમાં અરજી કરી દિવાળીના સમય પુરતો બાળકીનો કબજો માંગ્યો હતો.

જેમાં હીનાબેનએ વકીલ હિરલ કિરીટ પાનવાલા મારફતે કોર્ટમાં એક સીડી રજૂ કરી હતી. જેમાં બાળકી જ્યારે પણ તેના પિતા સાથે વીડિયો કોલમાં વાત કરતી હતી ત્યારે ગભરાતી અને રડતી પણ હતી. કોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને પિતાની અરજી નામંજૂર કરી હતી. કોર્ટે પોતાના ચૂકાદામાં નોંધ્યું હતું કે, પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ કસ્ટડીની મેટરમાં સગીરનું હિત અને કલ્યાણ સર્વોચ્ય હોય છે. દિવાળીનો તહેવાર પિતાનો છે, તો બાળકીનો પણ છે અને બાળકીનો હિત ધ્યાને લેતા તેનો કબજો પિતાને સોંપવાની મંજૂરી આપી શકાય નહીં.

Most Popular

To Top