National

હજુ પણ ભારતીય ટીમ સેમિફાઈલનમાં પ્રવેશી શકે છે.., ICC એ આપ્યો આ આઈડીયા..

T-20 વર્લ્ડકપ 2021માં (T-20 World Cup) ભારતીય ટીમની (India) શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. 24 ઓક્ટોબરના રોજ પહેલી મેચ પાકિસ્તાન (Pakistan) સામે હાર્યા બાદ ગઈ કાલે 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની મેચ પણ શરમજનક રીતે ભારત હારી ચૂક્યું છે. આ સાથે જ ભારતના સેમિફાઈનલમાં પ્રવેશના ચાન્સ નહીંવત થયા છે. હવે જો અને તો પર ભારતનું ભવિષ્ય નિર્ભર થયું છે. નિરાશા વચ્ચે ICC એ એક આઈડિયા આપ્યો છે. આ આઈડિયા અનુસાર જો ભારતની ટીમ રમે તો હજુ પણ સેમિફાઈલનમાં (Semifinal) પ્રવેશી શકે છે.

પહેલું કામ: ભારતીય ટીમે હવે આગામી ત્રણેય મેચ ખૂબ મોટા માર્જિનથી જીતવી પડશે. નેટ રનરેટ વધારવાની ગણતરી ધ્યાનમાં લઈ રમવું પડશે. નોંધનીય છે કે ભારત હવે 3 નવેમ્બરે અફઘાનિસ્તાન, 5 નવેમ્બરે સ્કોટલેન્ડ અને 8 નવેમ્બરે નામ્બિયા સામે મેચ રમશે.

બીજું કામ: માત્ર મોટી જીતથી કામ નહીં ચાલે. તે સાથે એવી પ્રાર્થના કરવી પડશે કે અફઘાનિસ્તાન, નામ્બિયા અને સ્કોટલેન્ડ ત્રણેય ટીમમાંથી કોઈ એક ટીમ ન્યૂઝીલેન્ડને હરાવે. ન્યૂઝીલેન્ડ એક મેચ હારે તો જ ભારતની સેમિફાઈનલમાં પ્રવેશની તકો સર્જાશે.

ત્રીજું કામ: અફઘાનિસ્તાને ખૂબ મોટા માર્જિનથી સ્કોટલેન્ડને હરાવ્યું છે. તેથી તેની નેટ રનરેટ +3.097 છે. જે ખૂબ અફઘાનિસ્તાનને પોઈન્ટ ટેબલમાં ખૂબ મજબૂત સ્થિતિમાં મુકે છે. તેથી ભારતે અફઘાનિસ્તાનને ખૂબ મોટા અંતરથી હરાવવું પડશે. આ સાથે જ એવી પ્રાર્થના કરવી પડશે કે અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતે તો ખૂબ ઓછા માર્જિનથી જીતે.

ચોથું કામ: સૌથી શ્રેષ્ઠ સમીકરણ એ છે કે નામ્બિયા અને સ્કોટલેન્ડ ન્યૂઝીલેન્ડને હરાવે. તો ભારત સીધું જ સેમિમાં પ્રવેશશે.

આંતરરાષ્ટ્રીય સ્તરના બેટ્સમેન-બોલર્સ નબળા પૂરવાર થયા

ભારતીય ટીમ બેટીંગ અને બોલિંગ બંને ક્ષેત્રે આ ટી-20 વર્લ્ડકપમાં ખૂબ જ નબળી પુરવાર થઈ છે. વૈશ્વિક સ્તરે ટોચનું સ્થાન ધરાવતા ભારતીય બેટ્સમેનો ટી-20માં 150 તો છોડો 120 રન પણ બનાવી શક્યા નથી, તો આંતરરાષ્ટ્રીય કક્ષાના બોલર્સ બે મેચમાં 5 વિકેટ પણ ખેરવી શક્યા નથી.

વિરાટ કોહલીએ ખેલાડીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો

બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) કોવિડની (Covid-19) ગાઈડલાઈન અનુસાર બાયોબબ્લસમાં (Bio Bubbles ) લાંબો સમય રહેવાના લીધે પરિવારથી દૂર રહેવું પડતું હોય ખેલાડીઓ માનસિક રીતે થાકી ગયા હોવાનું નિવેદન આપ્યું છે તો બીજી તરફ વિરાટ કોહલીએ (Virat Kohli) બેટ્સમેન અને બોલર્સ સહિત આખીય ટીમ પર પરાજય માટે દોષનો ટોપલો ઢોળી દીધો છે.

Most Popular

To Top