Charchapatra

સરકાર લોકો પ્રત્યેની સંવેદનશીલતા ગુમાવી ચુકી છે

કોંગ્રેસના સમયમાં થોડીઘણી મોંઘવારી વધતી ત્યારે દેશમાં ઉહાપોહ મચી જતો. આજે આવા પ્રત્યાઘાત રહ્યા નથી. આથી જ ભાવવધારા વડે પડતી તકલીફો તરફ હાલની સરકારનું ધ્યાન બિલકુલ નથી. માત્ર શ્રમએજ જેમની મૂડી એવા અનેક પરિવારોની વધતી જતી મોંઘવારીના સમયમાં શું હાલત થતી હશે જે પ્રત્યે આજની સરકાર સંવેદનશીલ નથી. કોંગ્રેસના સમયમાન આવી પરિસ્થિતિ સર્જાતી ત્યારે આ જજનતા વિરોધ કરતી હતી. ગરીબ પ્રજા શું ખાશે એની પ્રધાનને કાંઇ જ પડી નથી. જીવનજરૂરિયાતના શાકભાજી, કઠોળ તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે.

ફરિયાદ કોને કરવી? કેવી રીતે જીવવું એ આમજનતા માટે પડકારરૂપ છે. જેને પરિણામે આપઘાત વધતા જ જાય છે. જીવવા માટે આર્થિક પ્રોબ્લેમ અંગે કેવો સંઘર્ષ કરવો પડતો હતો તે રાજકારણીઓ વિસરી ગયા છે. રાજકારણીઓ એવું વિચારે છે કે ભારતના નાગરિકોનું જે થવાનું હોય તે થાય પણ અન્ય દેશોની હરોળમાં બેસીને સચિવો અને પ્રધાનને નામના અને કિર્તી મેળવવા વૈશ્વિક વિકાસ કરવો એમાં જ રસ છે. કોઇપણ હિસાબે નાગરિકોને અંધારામાં રાખી જલદ બહુમતીમાં રસ છે.આને લોકશાહી કહેવાય કે એકહથ્થુશાહી. આજે બહુમતી ધરાવતા સંસદોના મોં પર તાળા લગાવી દીધા છે. ખરેખર તો આમજનતાને પડતી વિમાસણ સત્ય હોય તો તેવા પ્રશ્નોના ઉકેલ માટે સબળ કે વિરોધ પક્ષના સભ્યોએ એક થઇને સરકારની ઝાટકણી કરવી જોઇએ. સરકારી તિજોરીમાંથી સરકારી કે અર્ધસરકારીઓના પગાર વધારતા જાઓ અને સામાન્ય આવકવાળાઓની મોંઘવારી વડે પડતી તકલીફો વધારતાજ જવું.
સુરત       – ભૂપેન્દ્ર સી. મારફતિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top