રમેશ ઓઝાએ વાત પાછળની વાત કોલમમાં ચીનની વિસ્તારવાદી દાનત અને આર્થિક મહાસત્તા સાબિત થવામાં તે ઉઘાડી નાગાઇ આચરી રહ્યું છે તેમાં ખરેખર તો કહેવાતા લોકશાહી દેશોના નેતાઓની છુપી નાગાઇ જ મહત્વનો ભાગ ભજવી રહી છે એટલું જ નહીં તેવા નેતાઓને લઇને જ લોકશાહી નિષ્ફળ ગઇ હોવાનું અનુભવાય છે તે સાવ ખોટુ છે ખરેખર તો છુપી નાગાઇ આચરનાર નેતાઓ જ નિષ્ફળ ગયા હોવાની વાત તથ્ય પૂર્ણ રીતે દર્શાવી છે તેમનું કહેવું છે કે લોકશાહી દેશો કયારેય એક બીજાની મદદે ઝાઝા આવતા નથી. વળી લોકશાહી દેશોએ પોતાની આર્થિક વ્યવસ્થા પણ લોકશાહી અર્થવ્યવસ્થા વિકસાવી જે માત્ર લોકશાહીનો ઉપયોગ કરી પોતાની પકડ મજબૂત કરી લોકશાહીને જ ખાવાનું કામ કર્યું. ચીન જેવા અને આતંકને પોષનાર તેના જોડીદારો પાકિસ્તાન તાલીબાન જેવા બગલ બચ્ચાઓ આજે વિશ્વ માટે ખતરો બની રહ્યા છે ત્યારે લોકશાહી દેશોએ સૂફીયાણી વાતો કરવાને બદલે જેવા સાથે તેવા થવાની તૈયારી કરવી રહી. નહી તો સમગ્ર વિશ્વ સમરાંગણ બની જશે.
નવસારી – ગુણવંત જોષી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ચીન, પાકિસ્તાનને ઠમઠોરો
By
Posted on