Gujarat

ગુજરાતમાં કોરોનાના નવા 31 કેસો નોંધાયા, ત્રીજી લહેર આવે તેવી ભીતિ

રાજયમાં ગઈકાલ કરતાં આજે કોરોનાના કેસમાં થોડા ઘણા અંશે વધારો થયો છે. ખાસ કરીને ગઈકાલે 22 કેસો હતા તે આજે વધીને 31 સુધી પહોંચી ગયા છે. જયારે સુરત જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. જેના પગલે હવે ગુજરાતમાં કોરનાની ત્રીજી લહેર આવે તેવી સંભાવના વધી જવા પામી છે. આજે નવ જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાયા છે.

આજે રાત્રે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, નવા કેસો પૈકી જામનગર મનપામાં 5, વડોદરા મનપામાં 5, વલસાડમાં 4, સુરતમાં 3, સુરત મનપામાં 3, અમદાવાદ મનપામાં 2, આણંદમાં 2, જુનાગઢમાં 2, કચ્છમાં 2, રાજકોટ મનપામાં 2, નવસારીમાં 1 એમ કુલ 31 કેસો નોંધાયા છે. જયારે સુરત જિલ્લામાં 1 દર્દીનું મૃત્યું થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 14 દર્દીઓને રજા આપવામાં આવી છે.

હાલમાં રાજયમાં 208 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી વેન્ટિલેટર ઉપર 5 તથા 203 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રાજયમાં આ સાથે કોરોનાના કુલ 8,26, 557 જેટલા કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમિયાન રાજયમાં 10,089 દર્દીઓનાં મૃત્યુ થયા છે. આજે દિવસ દરમિાયન રાજયમાં 3,64,199 જેટલી કોરોના સામેની રસી આપવામાં આવી છે.

Most Popular

To Top