National

અખિલેશ યાદવે માયાવતી અને ભાજપને આપ્યો ઝટકો, 7 બળવાખોર ધારાસભ્યો સપામાં જોડાયા

સમાજવાદી પાર્ટીના (Samajwadi party) પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh yadav) શનિવારે બસપા અને બીજેપીને (BJP) ઝટકો આપ્યો છે. બસપાના 6 બળવાખોર ધારાસભ્યો અને એક બીજેપીના ધારાસભ્ય સપામાં જોડાયા છે. અખિલેશ યાદવે તમામ બળવાખોર ધારાસભ્યોને પાર્ટીનું સભ્યપદ આપ્યું છે. દરમિયાન અખિલેશે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના એક ધારાસભ્ય સપામાં જોડાયો ત્યાર બાદ અખિલેશ યાદવે કહ્યું કે મુખ્યમંત્રી ભાજપ પાર્ટીના નારા બદલશે. મેરા પરિવાર ભાજપા પરિવારને બદલે મેરા પરિવાર ભાગતા પરિવાર રાખવું પડશે. અખિલેશે કહ્યું કે ભાજપે તેના સંકલ્પ પત્રમાં આપેલા વચનો પૂરા કર્યા નથી. સમાજવાદીઓ માને છે કે કોંગ્રેસ જે છે તેજ ભાજપ છે અને જે ભાજપ છે તે જ કોંગ્રેસ છે.

હરેન્દ્ર મલિક 20 વર્ષ બાદ સમાજવાદી પાર્ટીમાં પરત ફર્યા છે

ચાર વખતના ધારાસભ્ય અને એક વખતના રાજ્યસભાના સભ્ય હરેન્દ્ર મલિક શુક્રવારે લખનૌમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની સામે લગભગ 20 વર્ષ બાદ સમાજવાદી પાર્ટીમાં પરત ફર્યા છે. તેમની સાથે બે વખતના પૂર્વ ધારાસભ્ય પંકજ મલિક, ચરથાવલ જિલ્લાના પૂર્વ બ્લોક ચીફ હૈદર અને જિલ્લાના મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ પાર્ટી છોડીને સપામાં જોડાયા હતા. પાર્ટીમાં સામેલ થવાના અવસર પર હરેન્દ્ર મલિકે પોતાના સંબોધનમાં કોંગ્રેસને બંજર જમીન અને સપાને ફળદ્રુપ જમીનની ઉપમા આપી હતી.

બસપાના આ છ બળવાખોર ધારાસભ્યો સપામાં જોડાયા
સુષ્મા પટેલ, હરગોવિંદ ભાર્ગવ, અસલમ ચૌધરી, અસલમ રૈની, હકીમ લાલ બિંદ અને મુજતબા સિદ્દીકી  

ભાજપના આ બળવાખોર ધારાસભ્ય સપામાં જોડાયા
રાકેશ રાઠોડ  

આ અગાઉ શુક્રવારે સર્વ સમાજ એકતા દળના પ્રદેશ અધ્યક્ષ જયપાલ સિંહ કશ્યપે સપાને સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ગોવર્ધન મથુરાના પૂર્વ પ્રમુખ વિનોદ ચૌધરી અને લખનૌના કોંગ્રેસ પ્રવક્તા અબ્બાસ હૈદર આજે કોંગ્રેસ છોડીને સમાજવાદી પાર્ટીના સભ્ય બન્યા છે. બસપા છોડીને મુઝફ્ફરનગર લોકસભા જિલ્લાના પૂર્વ ઉમેદવાર હૈદર અને બલરામપુરના પૂર્વ ધારાસભ્ય રામ સાગર અકેલા પણ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. નેશનલ વોટર લાઈન્સ રિવોલ્યુશન પાર્ટીના પ્રમુખ જ્ઞાનેન્દ્ર નિષાદ, નેશનલ પીપલ્સ પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર સાહની, સર્વજન સમતા પાર્ટીના પ્રમુખ આદેશ કશ્યપ, અભય સમાજ પાર્ટીના પ્રમુખ પુરુષોત્તમ નિષાદ, અખંડ જલવંશીય સેનાના પ્રમુખ અજય કશ્યપ અને ઉમેદ સિંહ કશ્યપ ઉપસ્થિત રહ્યા હતા. એકલવ્ય સેના, સમિતિના કશ્યપ તુરૈહા રામેશ્વર દયાળ, કેવટ આર્મીના બબલુ બિંદ, જલવંશીય સમિતિના જિતેન્દ્ર નિષાદ, નિષાદ મલ્લાહ સમિતિના શંકર નિષાદ,

Most Popular

To Top