Vadodara

જમીન-મિલકત વિભાગમાં અધિકારી અને અરજદાર વચ્ચે તું..તું..મેં..મેં

વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં જમીન-મિલકત કોમર્શિયલ વિભાગમાં અરજદાર અને અધિકારી નિર્મલ કંથારીયા વચ્ચે તુ તુ મે મેં થઈ હતી. અરજદાર 2018 થી દુકાનની એન.ઓ.સી માટે અરજી કરી છે હજુ સુધી અરજીનો નિકાલ ન થતાં આજે અરજદાર જમીન-મિલકત કોમર્શિયલ વિભાગમાં એન ઓ સી લેવા માટે આવ્યા હતા ત્યારે જુનિયર ક્લાર્ક નિર્મલ કંથારિયાએ પહેલા આકારની વિભાગમાં અરજી નો નિકાલ થયા બાદ જ એનઓસી આપવામાં આવશે તેમ અરજદારને જણાવ્યું હતું. અરજદાર અને જુનિયર ક્લાર્ક વચ્ચે તું તું મેં મેં થતાં ઓફિસમાં ઉગ્ર વાતાવરણ થયું હતું.

મળતી માહિતી મુજબ અરજદારે જુનિયર ક્લાર્કને ફેટ પકડીને ચાકુ મારવાની ધમકી આપી હતી.
જુનિયર ક્લાર્ક મ્યુનિસિપલ કમિશનર સાથે લઈ જવાની અરજદારને વાત પણ કરી હતી પરંતુ અરજદાર ખૂબ ઉગ્ર થઈ ગયા હતા. જોકે 2018 ની અરજી નો નિકાલ હજી સુધી ના આવતા આ વિભાગ શંકા ના ડાયરા માં આવે છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપથ લીધા સતત બોલ્યા છે કે અધિકારીઓ સમય મર્યાદામાં અરજદારનું કામ કરવું પડશે. અરજદારને ખોટા ધક્કા ખવડાવવામાં નથી. મેહુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કલેકટર કચેરીના મહેસુલી વિભાગ ની ફાઇલો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવાની પણ અધિકારીઓને સૂચના આપી હતી. અને નવા મંત્રીઓ પણ દરેક વિભાગને સુચના આપી છે કે અધિકારીઓ અરજદારને ખોટા ધરમ ધક્કા ખાવડાવાનું બંધ કરે.

Most Popular

To Top