વડોદરા, તા.૨૮
વડોદરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હવે પાલિકા તંત્રના માટે માથાના દુખાવા સમાન બની રહી છે ૧૧ જેટલી ટીમો કામે લગાડવા છતાય પાલિકાની ઢોર પાર્ટીની કામગીરી અસરકારક દેખાતી ન હતી ગત રોજ ગુજરાત મિત્ર અખબારે પોતાના અહેવાલમાં પાલિકાની ઢોર પાર્ટીની નબળી કામગીરી અંગે અહેવાલ રજૂ કર્યો હતો અને નવ નવ ટીમો છતાંય માત્ર ૪૦ ઢોર પકડનાર પાલિકાની ટીમો હાફી રહી હોવનો ઉલ્લેખ કર્યો હતો જે અહેવાલની અસર થઇ હોય તેમ આજે પાલિકાની ઢોર પાર્ટીએ રેકોર્ડ બ્રેક કરી 79 જેટલા રખડતા ઢોરોને પકડ્યા હતા.વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તે રખડતા ઢોરને પકડવા માટે ટીમ વધારી દેવામાં આવ્યા બાદ એક જ દિવસમાં કુલ 79 રસ્તે રખડતા ઢોરો પાંજરે પૂરવામાં આવ્યા હતા.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રસ્તે રખડતા ઢોર મામલે મેયર કેયુર રોકડિયાને ટકોર કરી હતી જેના પરિણામ સ્વરૂપે ઢોર પકડવાની કામગીરી અસરકારક કરવા મેયરે આદેશ આપ્યા હતા. જેના પગલે રસ્તે રખડતા ઢોર પકડનારની દૈનિક પાંચ ટીમ હતી તેને વધારીને 11 કરી દેવામાં આવી હતી. આ ટીમો દ્વારા ગઈકાલથી રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરીમાં વધારો કરી દેવામાં આવતા સવારે પ્રથમ શિપમાં 35થી વધુ જ્યારે રાત્રે અંતિમ શિપમાં 17 મળી દિવસ દરમિયાન કુલ 79 રસ્તે રખડતા ઢોર પકડીને પાંજરે પૂરવામાં આવ્યા હતા. આ આંકડો અત્યાર સુધીનો સર્વોચ્ચ હોવાનું જાણવા મળ્યું છે.અને આત્યર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ ઢોર પકડી રેકોર્ડ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવનાર દિવસમાં પણ પાલિકાની ઢોર પાર્ટી આજરીતે કામ કરશે તો જલદીથી શહેર ઢોરમુક્ત બનશે.
પશુઓ રખડતા છોડી મુકનાર ગૌપાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
વડોદરા: શહેરના પોસ વિસ્તારમાં ઠેર ઠેર ઢોરને બિન વરસી હાલતમાં ગોપાલકો છોડી દેતા કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગે શહેરના બે વિસ્તારમાંથી 3 ઢોરને કબ્જે લઇ ડબ્બામાં પુરી દીધા હતા. જયારે ઢોરને બિનવારસી હાલતમાં છોડનાર ગોપાલક સામે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.વડોદરા મહાનગરપાલિકા હસ્તક ઢોર ડબ્બા શાખામાં સુપ્રિટેંડેન્ટ પડે ફરજ બજાવતા ડો વિજયકુમાર પ્રાણલાલ પંચાલ સ્ટાફ સાથે શહેરમાં રખડતા પશુઓને પકડવા ટિમ લઈને તપાસમાં નીકળ્યા હતા. બપોરે 2 વાગ્યે મકરપુરામાં આવેલા અયોધ્યા ટાઉનશિપ પાસેથી રખડતા 2 પશુને પાર્ટીએ પકડીને લાલ બાગ ઢોર ડબ્બામાં પુરી દીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની માલિકીના પશુઓને તબેલામાં રાખવાના બદલે જાહેર રોડ ઉપર છુટ્ટા મૂકી દેતા માલિકની શોધખોળ દરમિયાન જાણવા મળેલ કે, આ ઢોર ભીખાભાઇ મંગળભાઈ ફુલમાળી (રહે,યાજ્ઞિકનગર, મકરપુરા)ના હતા. જેથી તેમની વિરુદ્ધ સુપ્રિટેન્ડટ મકરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગોપાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ઢોર ડબ્બા પાર્ટીએ માંજલપુર વિસ્તારમાં આવેલ દીપ ચેમ્બર પાસેથી રખડતા 1 પશુને પકડીને લાલબાગ ઢોર ડબ્બામાં પુરી દીધા હતા. ત્યારે જાહેરમાં પશુઓને છુટ્ટા મૂકી દેનાર ગોપાલક ફુલાભાઇ મેઘાભાઈ રબારી (રહે, મારૂતીધામ સંતોષવાળી, દંતેશ્વર) વિરુદ્ધ સુપ્રિટેન્ડટએ માંજલપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.