Vadodara

સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી 1931.50 મીટરનો ફોરલેન ઓવરબ્રિજ બનશે

વડોદરા: વડોદરા શહેરનો વિસ્તાર વધતા ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ એક ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની વિચારણા કરાઈ રહી છે. જેના પગલે સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી ફોરલેન ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે તેમ મનાઇ રહ્યું છે. આ અંગે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી 1931.50 મીટર લાંબો ફોરલેન ફ્લાયઓવર બ્રિજ સળંગ અથવા તો બે અલગ ભાગમાં બનાવવાનો નિર્ણય કરવા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. જો આ બ્રિજ સળંગ બનાવવામાં આવે તો રૂપિયા 130.87 કરોડનો ખર્ચ થશે તેવો અંદાજ છે.

જો બે અલગ બ્રિજ બનાવવામાં આવે તો સરદાર એસ્ટેટ ચાર રસ્તા પર 702.50 મીટર લાંબો ફોરલેન બ્રિજ રૂપિયા 55.39 કરોડના ખર્ચે તથા વૃંદાવન ચાર રસ્તા જંકશન પર 725 મીટર લાંબો ફોર લેન બ્રિજ રૂપિયા 56.74 કરોડના ખર્ચે બનશે.  બે બ્રિજ અલગ-અલગ બનાવવાના બદલે સરદાર એસ્ટેટ જંકશનથી વૃંદાવન જંકશન વચ્ચે સળંગ ફ્લાયઓવર બ્રિજ બનાવવા રજૂઆત થઇ હતી. જેને ધ્યાનમાં રાખીને બંને જંકશનને જોડતો સંયુક્ત ફ્લાય ઓવરબ્રિજ અથવા  બે અલગ અલગ બ્રિજ બનાવવા સ્ટેન્ડિંગ મિટીમાં દરખાસ્ત રજૂ થઈ છે. આ બ્રિજ સળંગ અથવા તો બે ભાગમાં બને તો પણ બ્રિજની પહોળાઈ 16.80 મીટર રહેશે. બ્રિજ માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા 70 કરોડની સિદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાંથી પ્રથમ તબક્કે 27 કરોડની ફાળવણી કરી બ્રિજની કામગીરી કરવામ જણાવાયું હતું.

Most Popular

To Top