વડોદરા: દિવાળીના તહેવારોને અનુલક્ષીને વડોદરાથી દાહોદ ,ગોધરા ,વધુ પ્રમાણમાં મુસાફરો પોતાના વતન જતા હોવાથી એસટી વિભાગ દ્વારા વધુ બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે.વડોદરા ડિવિઝન દ્વારા વધુ 45 બસો 24 કલાક દોડાવવાનો નિર્ણય લેવાયો હતો. વડોદરા એસટી વિભાગના ડિટીઓ મુકેશ પટેલના જણાવ્યાનુસાર તમામ ઉચ્ચ અધિકારીઓ દિવાળી નિમિતે 24 કલાક ડેપો તથા હાઈવેના કનેન્ક્ટેડ પોઇન્ટ ઉપર હાજર રહેશે. જ્યાં મુસાફરોની ડિમાન્ડ છે.ત્યાં તાત્કાલિક બસ મુકવામાં આવશે. દોડાવાઈ રહેલી 360 બસ ઉપરાંત ભીડને પહોંચી વળવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી અમદાવાદ , સૌરાષ્ટ્ર માટે ડિમાન્ડ વધુ હોવાથી વધુ બસ મુકાશે. જ્યારે ડીઝલના વધેલા ભાવને પગલે સરકાર પાસે ભાડા વધારવા પર દરખાસ્ત મુકાઈ હતી. જે હાલ મંજુર કરવામાં આવી નથી.ગાંધીનગર એસટી વિભાગના એમડીના જણાવ્યા મુજબ ભાડા વધારાનો નિર્ણય કરવામાં આવ્યો નથી.