ગુજરાતમિત્ર દૈનિકની તારીખ ઓગણીસમી ઓક્ટોબર, મંગળવારની ‘‘આસપાસ ચોપાસ’’ પૂર્તિમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વઢવાણિયા ગામનો સુંદર પરિચય આપવામાં આવ્યો છે. તેના ભાગરૂપે એક એવી માહિતી નોંધવામાં આવી છે કે વઢવાણિયા ગામના કેટલાક સેવાભાવી વ્યક્તિઓ, શારીરિક રીતે સક્ષમ ન હોય એવા કુલ તેત્રીસ ઘરોમાં દરરોજ ટીફિનની સેવા આપે છે. આ હકીકત આપણા સૌના માટે નોંધનીય છે અને પ્રેરણાદાયી પણ છે. જેઓ શારીરિક રીતે સક્ષમ નથી એવા માટે ટીફિન વ્યવસ્થા આશીર્વાદરૂપ છે. જો દરેક શહેર, ગામ, સોસાયટી કે મહોલ્લામાં જરૂરિયાતમંદ લોકો માટે આવી વ્યવસ્થા ગામ ખાતે આ યોજનાના મુખ્ય દાતાઓ શશિકાંતભાઈ વસંતજીભાઈ પટેલ તથા મુળજીભાઈ નાગરભાઈ પટેલે ઈ.સ.2017માં આ સેવા કાર્યનો પ્રારંભ કર્યો હતો, અને હજી પણ અવિતરપણે આ સેવાયજ્ઞ ચાલુ છે. ‘બધું બગડી ગયું છે’ એવી માન્યતા પ્રસારિત થતી રહે છે ત્યારે આ યોજનાને અમલમાં મૂકનારા દાતાઓ અને સૌ સેવાભાવી લોકોની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે….
નવસારી -ઈન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
શારીરિત રીતે અક્ષમ હોય તેમના માટે ટિફીન સેવા
By
Posted on