સરકારી કર્મચારીઓ જેમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેટ ગવર્નમેન્ટ, મ્યુ. કોર્પો. વિગેરેના કર્મચારીઓને િનવૃત્તિ પેન્શન નકકી કરવામાં આવે છે તે ઘણી મોટી અને સ્માર્ટ રકમ હોય છે અને તબકકાવાર વર્ષમાં રાબેતા મુજબ બે વાર મોંઘવારી ભથ્થાનો ઉમેરો થતો જાય છે. આમ નિવૃત્તિ સમયે દા.ત. ૧૫૦૦૦/- હોય તો તે દર વર્ષના મો.ભથ્થાની રકમ ઉમેરાતા ૨૦,૦૦૦/- સુધી વધારો થઇ જાય છે. ઘણીવાર નિવૃત્તિ સમયે કર્મચારીનો પગાર હોય તે કરતા હાલમાં અપાતી પેન્શનની રકમ ડબલ થઇ ગઇ હોય છે.
ફકત એક વર્ષ માટે ધારાસભ્ય તરીકે નિમણુંક પામનાર વ્યકિત સંસદ સભ્ય તરીકે નિમાય તો તેને ધારાસભ્ય તરીકેનું તથા સંસદ સભ્ય તરીકેનું પેન્સન બેવડા પેન્શનનો તથા ઉત્તરોત્તર વધારો મેળવે છે. જયારે ઇ.પી.એસ. ૯૫ નાં પેન્શનદારોએ પણ દેશનાં હિતમાં આમ જનતાની સેવા સાથે સંકળાયેલી રહી ૩૦ – ૩૫ – ૩૮ વર્ષ સેવાકાર્ય કર્યુ હોય છે. તેમને નિવૃત્તિ સમયે માત્ર રૂા. ૨૫૦૦ થી ૨૭૦૦ વધારેમાં વધારે પેન્શન નકકી થાય છે. તે તેના મૃત્યુ સુધી કોઇ વધારો થતો નથી. પેન્શન વધારાનાં સુધારણા અંગે વર્ષોથી દિલ્હીમાં શાંત આંદોલન કરી પેન્શન વધારા માટે સરકારને રજુઆત કરવામાં આવે છે.
પરંતુ સરકારશ્રી આ બાબતે અસ્પૃશ્ય અને ઓરમાયુ વર્તન દાખવી કોઇપણ રિસ્પોન્સ આપવામાં આવતો નથી. શું કર્મચારીઓએ દેશની પ્રગતિ કે લોકસવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો આપ્યો નથી. ધારાસભ્ય – સંસદ સભ્યનાં બેવડા મોટી મોટી રકમના પેન્શન તથા સેન્ટ્રલ ગવર્નમેન્ટ – સ્ટેટ ગવર્નમેન્ટના મોટી રકમના અને ઉત્તરોત્તર વધારો થતા પેન્શન ચુકવતા સરકારી તિજોરી પર અસર થતી નથી. રેલ્વેનાં કર્મચારીના હેન્ડસમ પગાર ધોરણ છતાં તે મુજબ ૮૭ દિવસનું દિવાળી બોનસ જાહેર થાય છે. જયારે ઇ.પી.એસ. ૯૫ નાં પેન્શનરોના પેન્શન વધારાથી સરકારી તિજોરીને અસર થઇ જશે? આ પેન્શનરો તથા તેના કુટુંબીજનોએ પણ સરકારશ્રીને વોટ આપી બહુમતીથી સરકાર ચુંટાય છે. તો શા માટે ઇ.પી.એસ. ૯૫ નાં પેન્શનરોને અન્યાય કરવામાં આવે છે?
સુરત – રોબીન ઓલીવર દેસાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.