ગોધરા : આંધ્રપ્રદેશ રાજ્યના નેવી ઓફિસરોની જાસૂસી તપાસ પ્રકરણમાં આંધ્રપ્રદેશ રાજ્યની કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સેલ ટીમ તેમજ સ્થાનિક ગોધરા એસ.ઓ.જી અને એલ.સી.બી.પોલીસ દ્વારા ગોધરા શહેરના મોહમદી મહોલ્લા વિસ્તારમાંથી અલ્તાફહુસેન હારૂન ઘાંચીભાઈ ને ઝડપી પાડી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપીના ટ્રાજિસ્ટ રિમાન્ડ મેળવવા માટે પોલીસે ગોધરા સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટ દ્વારા ટ્રાજિસ્ટ રિમાન્ડ મંજુર થતા આરોપી ને હૈદરાબાદ ખાતે લઈ જવામાં આવનાર છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સેલ દ્વારા હજી પણ ૧૦ ઉપરાંત ઇસમોની સઘન પૂછપરછ કરાઈ રહી હોવાનું જાણવા મળ્યુ છે.
આંધ્રપ્રદેશ રાજ્યના નેવીના ઓફિસરોની જાસૂસી તપાસ પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદ ના આધારે આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સ્ક્વોડના ગોધરા શહેરમાં તપાસ સાથે ધામાં નાખ્યા હતા આંધ્રપ્રદેશ રાજ્યની કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સેલની ટીમે સ્થાનિક એસ.ઓ.જી અને એલસીબી પોલીસને સાથે રાખી ગોધરા શહેર ના બી ડિવિઝન પોલીસ મથકના જુદા જુદા છ વિસ્તારમાં રવિવારની મોડી રાત્રિએ પાંચ થી છ જગ્યાઓ પર છાપોમારી શંકાસ્પદ વ્યક્તિઓને મોબાઈલ તેમજ સીમ કાર્ડ જેવા ગેઝેટના મોટા જથ્થા સાથે પકડી પાડી અતિગુપ્ત અને લાંબી સઘન પૂછપરછ ના અંતે સોમવાર ની રાત્રીના ગોધરા શહેરના મહોમદી મહોલ્લા ખાતે રહેતા અલતાફહુસેન હારુન ઘાંચીભાઈ ઉર્ફે શકીલ ઘાંચીભાઈ ને આંધ્રપ્રદેશ ની કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સેલ દ્વારા કાયદેસર ની ધરપકડ કરવામાં આવી છે.
ત્યારે ઝડપાયેલા આરોપી અલ્તાફ હુસેન હારૂન ઘાંચીભાઈ ઉર્ફે શકીલ ઘાંચીભાઈએ દેશ વિરોધી આંતકવાદી પ્રવૃત્તિના ભાગરૂપે ભારતના જુદી જુદી મોબાઈલ કંપનીના સીમકાર્ડ એક્ટિવ કરીને તેના વોટ્સએપ એકાઉન્ટના ઓ.ટી.પી. પાકિસ્તાન ના આંતકવાદી પ્રવૃત્તિ કરતા આંકા ઓને આપી પાકિસ્તાનથી ભારતના સીમકાર્ડ ના વોટ્સએપ એકાઉન્ટ ઓપરેટ કરી ને પાકિસ્તાનના આંતકવાદી તત્વોએ ભારતની સુરક્ષા દળોના યુવાનોને હનીટ્રેપ માં ફસાવી જાસૂસી કરી તેમજ નોન બેકિંગ હવાલાથી આંતંકી પ્રવૃત્તિ કરી ગુન્હો આચર્યો છે.
અલ્તાફ 2016માં આંતકવાદી તત્ત્વોના સંપર્કમાં આવ્યાે
આંધ્રપ્રદેશ ની કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સેલ દ્વારા કાયદેસર ની ધરપકડ કરવામાં આવેલ ગોધરા મોહંમદી મહોલ્લામાં રહેતા અલ્તાફહુસેન હારૂન અગાઉ વર્ષ-૨૦૧૬ માં પાકિસ્તાન ખાતે જઈ રોકાયો હતો અને આંતકવાદી પ્રવૃત્તિ કરતી એજન્સી તેમજ આંતકવાદી તત્વોના સંપર્કમાં આવ્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે.
અગાઉ જાસૂસી પ્રકરણમાં ગીતેલી બંધુઓની ધરપકડ કરાઈ હતી
આંધ્ર પ્રદેશ નેવી જાસૂસી મુદ્દે જે રીતે ગોધરાના અલ્તાફ હુસેનની ધરપકડ આ મામલે કરવામાં આવી હોય ત્યારે આ અગાઉ પણ વિશાખાપટ્ટનમ ના જાસૂસી પ્રકરણમાં એનઆઈએ ની ટીમ એ ઇમરાન ગીતેલી અને તેના ભાઈ અનસ ગિતેલી ની પણ ધરપકડ કરી હતી.