ગરબાડા : ગરબાડા દાહોદ હાઇવે પર દેવધા ગામ પાસે મોટર સાયકલ અને હ્યુન્ડાઈ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટર સાયકલ ચાલક તેમજ મોટર સાયકલ પર સવાર એક ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલ બે ઇસમોને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતાં ગરબાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.