Columns

નવી શ્રધ્ધા

એક લોકપ્રિય મરાઠી નવલકથાકાર શ્રી ખાંડેકર તેમની એકરસ નવલકથામાં રાજા રાણીનો સંવાદ સરસ સંદેશ આપે છે નવલકથામાં કોઈ દુઃખના ભાર નીચે દબાયેલા રાજરાણી સતત દુઃખી રહે છે અને તેમની આંખોના આંસુ સુકાતાં જ નથી.રાણીને બહુ પ્રેમ કરતા રાજા પોતાની રાણીને આ દુઃખના ભાર હેઠળ સતત રડતી જોઈ શકતા નથી.તેઓ રાણીના આંસુ લુછતા કહે છે, ‘રાણી, જે રડવાનું બંધ કરો..જે થવાનું હતું તે થઇ ગયું.તે વિષે સતત વિચારતા રહેશો તો દુઃખ વધતું જશે.હવે તે વિચારો કરીને રડવાની અને દુઃખી રહેવાની કોઈ જરૂર નથી.’

રાણીએ રડતા રડતા કહ્યું, ‘મહારાજ, પણ દુઃખને ભૂલું કઈ રીતે ??’ રાજાએ કહ્યું, ‘રાણી, તમે સતત જે થયું તે વિચારવાની બદલે એમ વિચારવાનું શરુ કરો કે જે થયું તેને પાછળ મુકીને આપણે આગળ કઈ રીતે જઈ શકીએ.હું તો સતત એમ જ વિચારું છું અને જાણું પણ છું કે દુઃખને ભૂલીને આગળ વધવું જ પડશે.અને જો દુઃખને ભૂલીને આગળ વધવાની કોશિશ કરીશું તો આપણે આગળ વધી શકીશું આ વસ્તુનો સ્વીકાર તમે પણ કરી લો તો સારું?’ રાણીએ કહ્યું, ‘મહારાજ, બોલવું સહેલું છે પણ હું કઈ રીતે દુઃખને ભૂલું ….કઈ રીતે એ ભાનને જગાડું કે દુઃખનો સ્વીકાર કરી આગળ વધવું પડશે….અને શું તમને લાગે છે કે આ દુઃખમાંથી ભાર નીકળીને આપણે આગળ બધી શકીશું??’

રાજાએ કહ્યું, ‘હા જો તમે મનમાં એક નવી શ્રધ્ધા જગાડશો કે આપણને આગળ કોઈક નવો રસ્તો મળશે.ચોક્કસ આપણે આગળ વધી શકીશું તો તે શ્રદ્ધા તમને તાકાત આપશે કે તમે દુઃખને ભૂલી શકો ..તે શ્રધ્ધા તમને શક્તિ આપશે કે તમે જે થયું છે તેનો સ્વીકાર કરી આગળ વધી શકો.તે શ્રધ્ધા તમને મનથી મજબુત બનાવશે અને મજબુત મન સાથે આગળ વધશું તો ચોક્કસ કોક નવો રસ્તો મળી જ જશે.’ રાજાની વાતથી રાણીના મનમાં નવી શ્રધ્ધા પ્રગટે છે.

દોસ્તો, નવલકથાનો આ સંવાદ જીવન જીતવાનું શસ્ત્ર આપે છે તે શસ્ત્ર છે ‘નવી શ્રધ્ધા’ …ઉપરવાળા પર શ્રધ્ધા અને જાત પર વિશ્વાસ…જીવનમાં દરેક પળે હિંમત આપે છે.જીવનમાં ઘણીવાર એવું બને છે કે કોઈક નવા રસ્તે જવાનું થાય કે નવો રસ્તો ખુલવાનો હોય તે પહેલા સવિશેષ મુશ્કેલીભરી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે.અને જયારે જયારે દુઃખ પડે ..તકલીફો આવે ત્યારે આપણે દુઃખને ભૂલીને નવા રસ્તો ખુલશે તેવી શ્રધ્ધા રાખીએ તો નવા રસ્તે ..નવા પગલા જરૂર માંડી શકીએ અને આગળ વધી શકીએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top