સખેદ જણાવવું પડે છે એમ આજકાલ બહુધા હિન્દુઓના શેરી મહોલ્લાઓમાં જાણે…. ‘હિન્દુત્ત્વ’ ના જુવાળનો જોમ વેગ પકડે છે એમ દરરોજ સવારે અને સાંજે સાત-સવાસાતના ટકોરે લાઉડ સ્પીકરો ઉપરથી હનુમાન ચાલીસાના પાઠનું પઠન જગજાહેર થઈ રહ્યું છે, જે એક રીતે જોવા જઈએ તો ઘણી સારી બાબત’જ છે, પરંતુ બીજી રીતે જોવા જઈએ તો, આપણાં જે હિન્દુધર્મ અંતર્ગતની ‘વિદૂર નીતિ’’ એમ જણાવે છે કે, કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરો. વિદૂરનીતિ ના બે-ચાર સુવાક્યો પણ આપણે હ્દયસ્થ રાખવા જેવા લાગે છે. એમા…. જે વ્યકિત સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે. આ દુનિયામાં સીધા સાદા માણસને બધા હેરાન કરવા તત્પર છે, આથી બહુ સરળ ન થવું જોઈએ. આમંત્રણ સિવાય ક્યારેય પણ પારકાના ઘેર જવું નહિં. બીજુ મહત્વનું જણાતું સુવાક્ય એ છે કે ‘રાજા’ (નેતા), વિધવા (સ્ત્રી), સૈનિક, લોભી, અતિદયાળુ માનવી, અતિ ઉડાઉ આદમી, અને છેલ્લે ‘‘અંગતમિત્ર’’ આવા સાત જણ (વ્યકિત) સાથે નાણાંકિય લેવડ-દેવડ કરવી નહિં…
સુરત – પંકજ મહેતા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.