સિત્તેર વર્ષો સુધી સરકારી પ્રબન્ધનના દુરાચાર બાદ એર ઈન્ડિયા ફરીથી તાતા સમૂહને વેચવામાં આવી છે. પણ એર ઈન્ડિયાને ફરીથી પટરી પર લાવવા તાતાએ મહેનત કરવી પડશે. છેલ્લા થોડા સમયથી દેશમાં ઘરેલુ ઉડાનની સ્થિતિ ગરબડ જ ચાલી રહી છે. જેટ એરવેઝ બંધ થઇ ચુકી છે, સ્પાઈસ લગભગ બંધ થઈ ચુકી છે, ઈન્ડિગોના પ્રોફિટમાં ભારે ઘટાડો થયો છે અને એર ઈન્ડિયાના નુકસાનને પૂરો કરવા દેશના પ્રત્યેક નાગરિક પાસે વેરા વસૂલવામાં આવ્યા હતાં. આ કારણથી ઘરેલુ ઉડાનની મૂળ સમસ્યાને પણ સરકારે દૂર કરવી પડશે.
મુખ્ય સમસ્યા એ છે કે આપણા દેશમાં હવાઈ મુસાફરીનના રેલ અને માર્ગ વિક્લપ ઉપલબ્ધ છે જેના કારણે હવાઈ મુસાફરી લાંબા સમય બાદ જ સફળ થશે એવું લાગી રહ્યું છે. જેમ કે દિલ્હીથી બેંગ્લોરની એસી-2માં મુસાફરીનું ભાડું રૂ. 2925 છે જ્યારે કે એક મહિના પહેલાં એડવાન્સ ટીકીટ લેતાં હવાઈ મુસાફરીનું ભાડું રૂ. 3170 છે. બંને લગભગ સમાન છે. અંતર એ છે કે રેલ મુસાફરીથી 1 દિન અને 2 રાતનો સમય લાગે છે અને ભોજન વિગેરનો ખર્ચ કરવો પડે છે જેને ઉમેરવામાં આવે તો રેલ મુસાફરી હવાઈ મુસાફરીની સરખામણીમાં મોંઘી પડે છે. તેની સરખામણીમાં હવાઈ મુસાફરીમાં કુલ 7 કલાક લાગે છે. એટલે લાંબા અંતરની મુસાફરીમાં હવાઈ મુસાફરી સફળ છે. તેની સરખામણીમાં મધ્ય અંતરની સ્થિતિ અલગ પડે છે. દિલ્હીથી લખનઉનું એસી-2નું ભાડું રૂ. 1100 છે જ્યારે કે એક મહિના પહેલાં એડવાન્સ ટીકીટ કરાવવા પર હવાઈ મુસાફરીનું ભાડું 1827 છે.
રેલ મુસાફરીમાં એક લાભ એ થાય છે કે તમે તેને રાત્રે પણ કરી શકો છો જ્યારે હવાઈ મુસાફરી દિવસના કરી શકાય નહીં. આ કારણથી દિલ્હીથી લખનઉની મુસાફરી ભાડા અને સમય બંને દ્રષ્ટીએ સફળ છે. જો નાના અંતરી વાત કરીએ તો દિલ્હીથી દેહરાદૂન રેલ, માર્ગ અને હવાઈ મુસાફરી બધાંમાં આશરે5 કલાકનો સમય લાગે છે. જ્યારે હવાઈ મુસાફરીમાં મુસાફરીની બંને બાજુ એરપોર્ટ દૂર હોય છે (1 પ્લસ 1), ચેક-ઈન ક કરવામાં 30 મિનિટ અને બેગેજ લેવામાં અડધા કલાકનો સમય લાગે છે. સમયમાં આ ખર્ચના કારણે ઘરેથી ઘર સુધીમાં 4 કલાકનો સમય લાગે છે જો કે હવાઈ મુસાફરીમાં માત્ર એક કલાકનો સમય લાગે છે. પણ ઘરેથી ઘર સુધીનો કુલ સમય 4 કલાક લાગે છે જે માર્ગથી લાગતા 5 કલાક જેટલો છે. હવાઈ મુસાફરીમાં તમારે લાઈનમાં લાગવું પડે છે.સામાન લેવા માટે રાહ જોવી પડશે અને એરપોર્ટ સુધી પહોંચવામાં પણ મહેનત કરવી પડે છે. આ કારણથી મધ્ય અંતરની અને નાના અંતરની મુસાફરીમાં રેલ અથવા માર્ગ સફળ છે અને લાંબા અંતરની મુસાફરીમાં હવાઈ મુસાફરી સફળ છે. જો કે તાત્કાલિક મુસાફરી કરવી હોય તો હવાઈ મુસાફરી સફળ થઈ શકે છે.
અહીં એક બાબત એ પણ છે કે માટાભાગે ક્ષેત્રીય ઉડાન લાંબા અંતરની ઉડાનને જોડતી હોય છે. જેમ કે દેહરાદૂનથી દિલ્હી તમે એક ઉડાનથી આવ્યા અને પછી દિલ્હીથી કોલકતા બીજી ઉડાનથી ગયા. આ પ્રમાણે મોટા એરપોર્ટને હબ બનાવવામાં આવે છે જ્યાં કોઈ એક સમયે તમામ ક્ષેત્રીય ઉડાન પહોંચે છે અને તેના થોડા સમય બાદ તમામ લાંબી ઉડાન નીકળે છે. આમ કરવાથી તમામ ક્ષેત્રીય ઉડાનોનું દેહરાદૂનથી કોલકતા અથવા બેંગ્લુરુની ઉડાન ભરવું સહેલું થઈ જાય છે. પણ મારું અનુમાન છે કે આ લાંબા અંતરની ઉડાનોમાં મુસાફરોની ભાગીદારી ઓછી હોય છે જેના કારણે લાંબા અંતરની મુસાફરી સાથે જોડવા છતાં ક્ષેત્રીય ઉડાન સફળ નથી થઈ રહી.
સરકારની નીતિ આ કડવા સત્યની અવગણના કરતી દેખાય છે. કેન્દ્ર સરકારે 2012માં એક વર્કિંગ ગ્રપુ બનાવ્યું હતું જેને ઘરેલુ ઉડાનને પ્રોત્સાહન આપવા સૂચનો આપવા કહેવાયું હતું. ગ્રુપે કહ્યું હતું કે ક્ષેત્રીય ઉડાનોને સબ્સીડી આપવી જોઈએ. ત્યારબાદ સરકારે રાષ્ટ્રીય ઘરેલુ ઉડાન નીતિ બનાવી જે હેઠળ ક્ષેત્રીય ઉડાનોને 3 વર્ષ સુધી સબ્સીડી આપવાની શરૂ કરાઈ હતી. પણ આ બધાં સૂચનોને અમુક મર્યાદા સુધી લાગુ કરવા છતા ઘરેલુ ઉડાનની સ્થિતિ ખરાબ જ રહી છે જેમ કે એર ઈન્ડિયા, જેટ એરવેઝ, સ્પાઈસ જેટ અને ઈન્ડીગોની મુશ્કેલ સ્થિતિમાં દેખાય છે. એટલે સરકારે પોતાની ઉડાન નીતિમાં ફેરફાર કરવો પડશે. જરૂરિયાત એ વાતની છે કે લાંબા અંતરની ઉડાનોને વધુ સહેલી બનાવવામાં આવે. લંડનમાં તમે વિમાનમાં પ્રવેશ કરી શકો છો જ્યારે આપણે ત્યાં સિક્યોરિટી વિગેરેમાં 1-2 કલાક લાગવા સામાન્ય બાબાત છે.
એટલે સરકારે સિક્યોરીટી ચેક અને બેગેજમાં પોતાનો સામાન પરત મેળવવાની વ્યવસ્થાઓમાં સુધાર કરવો જોઈએ. સાથે જ એરપોર્ટ સુધી પહોંચવા માટે માર્ગ, મેટ્રો વિગેરેની વ્યવસ્થા કરે. આ દ્રષ્ટીએ દિલ્હીના ઈન્દિરાગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના વિસ્તારની યોજના યોગ્ય છે કારણ કે તેનાથી લાંબા અંતરની મુસાફરી સરળ થશે. આ દ્રષ્ટિએ એર ઈન્ડિયાની સ્થિત પણ સારી છે, તે વિદેશી ઉડાનોમાં સફળ થઈ શકે છે. એર ઈન્ડિયાના અધ્યાયમાં એક બાબત એ પણ સામે આવે છે કે 70 વર્ષના સરકારી પ્રબન્ધનમાં આ કંપનીની સ્થિતિ ખરાબ થઈ છે. આ જ પ્રમાણે સરકારી બેન્કો, વીમા કંપનીઓ, કોલ ઈન્ડિયા વિગેરે એકમોને સમયસર ખાનગી કરી દેવા જોઈએ. એર ઈન્ડિયાનું ખાનગીકરણ ભારે નુકસાન થયા બાદ કરવામાં આવ્યું આવી સ્થિતિ આ એકમો સાથે ઉત્પન્ન થવી જોઈએ નહીં. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સિત્તેર વર્ષો સુધી સરકારી પ્રબન્ધનના દુરાચાર બાદ એર ઈન્ડિયા ફરીથી તાતા સમૂહને વેચવામાં આવી છે. પણ એર ઈન્ડિયાને ફરીથી પટરી પર લાવવા તાતાએ મહેનત કરવી પડશે. છેલ્લા થોડા સમયથી દેશમાં ઘરેલુ ઉડાનની સ્થિતિ ગરબડ જ ચાલી રહી છે. જેટ એરવેઝ બંધ થઇ ચુકી છે, સ્પાઈસ લગભગ બંધ થઈ ચુકી છે, ઈન્ડિગોના પ્રોફિટમાં ભારે ઘટાડો થયો છે અને એર ઈન્ડિયાના નુકસાનને પૂરો કરવા દેશના પ્રત્યેક નાગરિક પાસે વેરા વસૂલવામાં આવ્યા હતાં. આ કારણથી ઘરેલુ ઉડાનની મૂળ સમસ્યાને પણ સરકારે દૂર કરવી પડશે.
મુખ્ય સમસ્યા એ છે કે આપણા દેશમાં હવાઈ મુસાફરીનના રેલ અને માર્ગ વિક્લપ ઉપલબ્ધ છે જેના કારણે હવાઈ મુસાફરી લાંબા સમય બાદ જ સફળ થશે એવું લાગી રહ્યું છે. જેમ કે દિલ્હીથી બેંગ્લોરની એસી-2માં મુસાફરીનું ભાડું રૂ. 2925 છે જ્યારે કે એક મહિના પહેલાં એડવાન્સ ટીકીટ લેતાં હવાઈ મુસાફરીનું ભાડું રૂ. 3170 છે. બંને લગભગ સમાન છે. અંતર એ છે કે રેલ મુસાફરીથી 1 દિન અને 2 રાતનો સમય લાગે છે અને ભોજન વિગેરનો ખર્ચ કરવો પડે છે જેને ઉમેરવામાં આવે તો રેલ મુસાફરી હવાઈ મુસાફરીની સરખામણીમાં મોંઘી પડે છે. તેની સરખામણીમાં હવાઈ મુસાફરીમાં કુલ 7 કલાક લાગે છે. એટલે લાંબા અંતરની મુસાફરીમાં હવાઈ મુસાફરી સફળ છે. તેની સરખામણીમાં મધ્ય અંતરની સ્થિતિ અલગ પડે છે. દિલ્હીથી લખનઉનું એસી-2નું ભાડું રૂ. 1100 છે જ્યારે કે એક મહિના પહેલાં એડવાન્સ ટીકીટ કરાવવા પર હવાઈ મુસાફરીનું ભાડું 1827 છે.
રેલ મુસાફરીમાં એક લાભ એ થાય છે કે તમે તેને રાત્રે પણ કરી શકો છો જ્યારે હવાઈ મુસાફરી દિવસના કરી શકાય નહીં. આ કારણથી દિલ્હીથી લખનઉની મુસાફરી ભાડા અને સમય બંને દ્રષ્ટીએ સફળ છે. જો નાના અંતરી વાત કરીએ તો દિલ્હીથી દેહરાદૂન રેલ, માર્ગ અને હવાઈ મુસાફરી બધાંમાં આશરે5 કલાકનો સમય લાગે છે. જ્યારે હવાઈ મુસાફરીમાં મુસાફરીની બંને બાજુ એરપોર્ટ દૂર હોય છે (1 પ્લસ 1), ચેક-ઈન ક કરવામાં 30 મિનિટ અને બેગેજ લેવામાં અડધા કલાકનો સમય લાગે છે. સમયમાં આ ખર્ચના કારણે ઘરેથી ઘર સુધીમાં 4 કલાકનો સમય લાગે છે જો કે હવાઈ મુસાફરીમાં માત્ર એક કલાકનો સમય લાગે છે. પણ ઘરેથી ઘર સુધીનો કુલ સમય 4 કલાક લાગે છે જે માર્ગથી લાગતા 5 કલાક જેટલો છે. હવાઈ મુસાફરીમાં તમારે લાઈનમાં લાગવું પડે છે.સામાન લેવા માટે રાહ જોવી પડશે અને એરપોર્ટ સુધી પહોંચવામાં પણ મહેનત કરવી પડે છે. આ કારણથી મધ્ય અંતરની અને નાના અંતરની મુસાફરીમાં રેલ અથવા માર્ગ સફળ છે અને લાંબા અંતરની મુસાફરીમાં હવાઈ મુસાફરી સફળ છે. જો કે તાત્કાલિક મુસાફરી કરવી હોય તો હવાઈ મુસાફરી સફળ થઈ શકે છે.
અહીં એક બાબત એ પણ છે કે માટાભાગે ક્ષેત્રીય ઉડાન લાંબા અંતરની ઉડાનને જોડતી હોય છે. જેમ કે દેહરાદૂનથી દિલ્હી તમે એક ઉડાનથી આવ્યા અને પછી દિલ્હીથી કોલકતા બીજી ઉડાનથી ગયા. આ પ્રમાણે મોટા એરપોર્ટને હબ બનાવવામાં આવે છે જ્યાં કોઈ એક સમયે તમામ ક્ષેત્રીય ઉડાન પહોંચે છે અને તેના થોડા સમય બાદ તમામ લાંબી ઉડાન નીકળે છે. આમ કરવાથી તમામ ક્ષેત્રીય ઉડાનોનું દેહરાદૂનથી કોલકતા અથવા બેંગ્લુરુની ઉડાન ભરવું સહેલું થઈ જાય છે. પણ મારું અનુમાન છે કે આ લાંબા અંતરની ઉડાનોમાં મુસાફરોની ભાગીદારી ઓછી હોય છે જેના કારણે લાંબા અંતરની મુસાફરી સાથે જોડવા છતાં ક્ષેત્રીય ઉડાન સફળ નથી થઈ રહી.
સરકારની નીતિ આ કડવા સત્યની અવગણના કરતી દેખાય છે. કેન્દ્ર સરકારે 2012માં એક વર્કિંગ ગ્રપુ બનાવ્યું હતું જેને ઘરેલુ ઉડાનને પ્રોત્સાહન આપવા સૂચનો આપવા કહેવાયું હતું. ગ્રુપે કહ્યું હતું કે ક્ષેત્રીય ઉડાનોને સબ્સીડી આપવી જોઈએ. ત્યારબાદ સરકારે રાષ્ટ્રીય ઘરેલુ ઉડાન નીતિ બનાવી જે હેઠળ ક્ષેત્રીય ઉડાનોને 3 વર્ષ સુધી સબ્સીડી આપવાની શરૂ કરાઈ હતી. પણ આ બધાં સૂચનોને અમુક મર્યાદા સુધી લાગુ કરવા છતા ઘરેલુ ઉડાનની સ્થિતિ ખરાબ જ રહી છે જેમ કે એર ઈન્ડિયા, જેટ એરવેઝ, સ્પાઈસ જેટ અને ઈન્ડીગોની મુશ્કેલ સ્થિતિમાં દેખાય છે. એટલે સરકારે પોતાની ઉડાન નીતિમાં ફેરફાર કરવો પડશે. જરૂરિયાત એ વાતની છે કે લાંબા અંતરની ઉડાનોને વધુ સહેલી બનાવવામાં આવે. લંડનમાં તમે વિમાનમાં પ્રવેશ કરી શકો છો જ્યારે આપણે ત્યાં સિક્યોરિટી વિગેરેમાં 1-2 કલાક લાગવા સામાન્ય બાબાત છે.
એટલે સરકારે સિક્યોરીટી ચેક અને બેગેજમાં પોતાનો સામાન પરત મેળવવાની વ્યવસ્થાઓમાં સુધાર કરવો જોઈએ. સાથે જ એરપોર્ટ સુધી પહોંચવા માટે માર્ગ, મેટ્રો વિગેરેની વ્યવસ્થા કરે. આ દ્રષ્ટીએ દિલ્હીના ઈન્દિરાગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના વિસ્તારની યોજના યોગ્ય છે કારણ કે તેનાથી લાંબા અંતરની મુસાફરી સરળ થશે. આ દ્રષ્ટિએ એર ઈન્ડિયાની સ્થિત પણ સારી છે, તે વિદેશી ઉડાનોમાં સફળ થઈ શકે છે. એર ઈન્ડિયાના અધ્યાયમાં એક બાબત એ પણ સામે આવે છે કે 70 વર્ષના સરકારી પ્રબન્ધનમાં આ કંપનીની સ્થિતિ ખરાબ થઈ છે. આ જ પ્રમાણે સરકારી બેન્કો, વીમા કંપનીઓ, કોલ ઈન્ડિયા વિગેરે એકમોને સમયસર ખાનગી કરી દેવા જોઈએ. એર ઈન્ડિયાનું ખાનગીકરણ ભારે નુકસાન થયા બાદ કરવામાં આવ્યું આવી સ્થિતિ આ એકમો સાથે ઉત્પન્ન થવી જોઈએ નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.