Charchapatra

સ્ત્રીને રજા કયારે?

એક સ્ત્રીને પણ એવું થતું હશે ને એક રજા લઉં. ઘરકામમાંથી થોડી મજા લઉં. પળભર મારા માટે વિચારું. આ બધું જયારે કોરોનામાં વર્ક ફ્રોમ હોમ હું હતો ત્યારે પત્નીને કામ કરતાં જોઇ વિચાર આવ્યો. એને પણ થતું હશે કે સવારે ઊઠું ને કોઇ મને ચા નો ગરમ કપ હાથમાં આપે. ગરમ નાસ્તો ડાઇનીંગ ટેબલ પર મૂકીને મને કહે, ચાલો નાસ્તો રેડી છે. મને પણ મોકો મળે કે આજે શાકમાં મીઠું ઓછું છે એવું કહેવાનો. મને પણ તૈયાર રસોઇ ઘરમાં જમવાની મળે. કોઇ દિવસ છુટ્ટી મળે, વિચાર તો દરરોજ આવતો હોય. કાલે રજા લઇશ, પરમ દિવસે રજા લઇશ. પણ સુરજ ઊગે અને ઘર કામમાં વ્યસ્ત. ખરેખર સેલ્યુટ છે સ્ત્રીને. ઘરમાં કામોથી દૂર રહેવાની એને રજા નથી પણ તેનો હક છે. ઘરમાં સ્પેઇસ મળે. વાર તહેવારે, રવિવારે છુટ્ટી મળે. આનું સમાધાન કોણ કરશે?
સુરત     – તૃષાર શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top