Charchapatra

આપણા સમાજને આવો અધમ કોણે બનાવ્યો હતો?

આપણો મોટા ભાગનો સમાજ ટીવી ચેનલો પર પ્રસારિત થતી ડો. આંબેડકરની સિરિયલ નહીં જ જોતો હોય! આપણે પણ એ સીરીયલ જોઇ ન શકીએ અથવા સીરીયલ જોવાનું બંધ કરી દઇએ. કાણ કે એ સીરીયલમાં આપણો સમાજ આંબેડકર અને એના કુટુંબ ઉપર જે અત્યાચારો,અપમાનો અને તિરસ્કારો વરસાવે છે તે જોનારા પણ સહન કરી શકે એમ નથી. આપણામાં જો જરાપણ માણસાઇ બચી હોય તો આપણા સમાજનું એ શયતાનિક વર્તન જોઇને આપણું માથું શરમથી ઝૂકી જાય અથવા આપણા દુખ અને શરમની કોઇ સીમા ન રહે. હવે વિચાર કરો કે આંબેડકરના સમયમાં જો આપણો સમાજ આટલો બધો અધમ હતો.

તો તે પહેલાં 70 વર્ષે થયેલા સાવિત્રીબાઇ અને જયોતિબા ફૂલેએ અશ્પૃશ્ય બાળકો માટે શાળાઓ શરૂ કરી ત્યારે તેમના ઉપર કેવા ભયાનક અત્યાચારો થયા હશે? એના કરતાં ય વધારે ભૂતકાળમાં જઇએ તો રાજા રામમોહનરાય કે જેમણે સતી પ્રથા બંધ કરાવવા ઉપરાંત વર્ણવ્યવસ્થા, જાતિ પ્રથા, મૂર્તિ પૂજા અને અન્ય અનેક અંધશ્રધ્ધાઓ વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો હતો તેમની દશા આપણા સમાજે કેવી કરી હશે? આપણા સમાજનો એક વિશાળ વર્ગ હજી એવી ને એવી જ માનસિકતા ધરાવે છે. તેઓ માત્ર વર્તમાન ભારતીય બંધારણ અને કાયદા-કાનૂનને કારણે ચૂપ છે. વિચારણીય પ્રશ્ન એ છે કે આપણા સમાજને આવો અધમથીયે અધમ કોણે બનાવ્યો હતો? જેનો જવાબ છે ધર્મે. એ ધર્મ છે જેમાં વર્ણવ્યવસ્થા અથવા વર્ણાશ્રમ. આપણા વિદ્વાનો હજીય આપણી પ્રજાને એમાંથી છૂટવા દેવા માગતા નથી.
કડોદ     – એન. વી. ચાવડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top