Vadodara

ઈંટોના ભઠ્ઠામાં બનાવેલી પાણીની ટાંકી તૂટી પડતા 4 મહિલા દબાઈ, 2ના મોત

વડોદરા : સાવલીના પરથમપુરા પાસે સામંતપુરા ગામની સીમમાં આવેલ ઈંટોના ભઠ્ઠામાં જમીન પર બનાવેલ પાણીની ટાંકી ફસડાઈને તૂટી પડતા કપડા ધોતી ચાર મહિલાઓ દબાઈ જતા બેનું  કરુણ મૃત્યુ નીપજયું છે જ્યારે બે ગંભીરને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સાવલીના પરથમપુરા પાસે વિટોજ ગામ નજીક સામંતપુરા ગામની સીમમાં ફતે આલમ પઠાણનો ઈંટો નો ભઠ્ઠો આવેલો છે જે માં  અસંખ્ય મજૂરો કામ કરી રહ્યા છે.

આ મજૂરોને ઘર વપરાશ માટે તેમજ કપડાં ધોવા માટે પાણી સંગ્રહ નો જમીન પર હોજ બનાવેલો છે આજરોજ બપોરના સમયેમજૂરી અર્થે  આવેલ મજૂરો પૈકી ચાર મહિલા ઓ કપડાં ધોઇ રહી હતી ત્યારે અચાનક પાણીનો હોજ ફસડાઇ પડતા ચાર મહિલાઓ દબાઈ જવા પામી હતી. 1 બબલી દેવી પ્રેમ પ્યારેલાલ જાટવ ઉંમર 29 રહે. દુર્ગાપુર તાલુકો ખેરાલુ જીલ્લો અલીગઢ યુપી હાલ રતનપુરા તાલુકો સાવલી 2 ગીતા દેવી રતિલાલ જાટવ ઉંમર 57 રેશુગડી તા જી મજુરા યુ પી હાલ રહે પરથમપુરા તાલુકો સાવલી 3 રુકમણી ચંદ્રપાલ ઝાતવ હાલો એ પરથમપુરા તાલુકો સાવલી ઉંમર 25 4 પૂર ન દેવી સોહનલાલ જાટવ રહે પરથમપુરા તાલુકો સાવલી હોજ નીચે દબાઈ જવા પામ્યા હતા. બુમાબૂમ ના પગલે આજુબાજુના મજૂરો દોડી આવ્યા હતા.

જ્યારે ઇજાગ્રસ્ત ચારેય મહિલાઓને સાવલી જન્મોત્રી હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બબલી દેવી તેમજ ગીતા દેવીને મૃત જાહેર કર્યા હતા જ્યારે રુકમણી દેવીને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા જ્યારે પૂરનદેવી જાટવને સારવાર આપીને ડિસ્ચાર્જ કરી હતી. સાવલી પોલીસે હાલ અકસ્માત મોત રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતક મહિલાઓને પીએમ કરાવી મોતનું ચોક્કસ કારણ શોધવા તજવીજ હાથ ધરી છે જ્યારે બે મજુર પરિવારોની મહિલાઓના મૃત્યુ નિપજતા ભઠ્ઠા પર કામ કરતા મજૂર વર્ગ માં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

Most Popular

To Top