દાહોદ: દાહોદના રેલ્વે સ્ટેશન રોડ ખાતે હીટ એન્ડ રન કેસની ઘટના બનવા પામી છે જેમાં રાત્રીના સમયે ફુટપાટ પર મીઠી નિંદર માણી રહેલ એક ભીક્ષુક પરિવારને એક ફોર વ્હીલર ગાડીના ચાલકે અડફેટમાં લઈ ગાડી ચઢાવી દેતાં દંપતિ પૈકી તેમની નાની બાળકીને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન ખાતે એક કાર ચાલક જેનો નંબર છે જી.જે.૨૦ એન. ૮૨૮૯ નંબરની કારનો ચાલક પુરપાટ રીતે હંકારી જઈ રહ્યો હતો તે સમયે ફુથપાટ ઉપર ભિક્ષુકનો પરિવાર મીઠી નીંદર માણી રહ્યો હતો.
તેવા સમયે હીટ એન્ડ રનની ઘટનામાં નાની બાળકી બાળકીની માતા અને પિતાને અડફેટે લેતાં બાળકીને હાથમાં અને બાળકીની માતાને શરીરે તેમજ પિતાને હાથમાં ઈજાઓ થવા પામી હતી. શરીરના તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આઅપ્યા હતાં. અકસ્માત થતાંજ કાર ચાલક કાર છોડી નાસી જવામાં સફળ રહ્યો હતો અને તે બાદ સ્થાનિકોએ દાહોદ રેલ્વે પોલીસની જાણકારી આપતાં રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી આવી કારને કબજે કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઇ છે. આ માર્ગ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે હાલ તો એ જાેવાનું રહ્યું કે, ભિક્ષુક પરિવાર ને ન્યાય મળશે કે કેમ?