જળ એ જ જીવન છે. પાણી વગર આપણું જીવન શકય જ નથી. એ વાત આપણે બધા જાણીએ જ છીએ. પરંતુ શું આપણે નોંધ લીધી કે આપણે અશુદ્ધ પાણીનો વપરાશ કરવા મજબૂર થઇ ગયા છીએ. સુરત શહેરની જીવાદોરી ગણાતી તાપી માતાનું પાણી પણ અશુદ્ધિની હદ બતાવી રહ્યું છે. ડેમનાં પાણીથી તાપી નદીમાં નવાં નીર ભરાતાં બે કાંઠે વહેતી તાપીનું રૂપ નિહાળવા સૌ ઉત્સુક હોય છે. પરંતુ એ તાપી નદીનો નજારો ફકત ચોમાસામાં ભાગ્યે જ જોવા મળે છે. આખું વર્ષ તો આપણે તાપી નદીના છીછરા પાણીમાં જળકુંભી જ જોઇએ છીએ. વળી પવિત્ર તાપી નદીમાં ઠલવાતો કચરો, ગટરોનું ગંદુ પાણી ઉદ્યોગ-ધંધાનું કેમીકલયુકત પાણી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે? જો કે આપણા સુધી પહોંચે તે પહેલાં પાણીનું શુદ્ધિકરણ થાય છે. પરંતુ ખેતી માટે ઉપયોગમાં લેવાતું નહેરો અને નદીનાં પાણીથી જે અનાજ અને શાકભાજી પાકે એ પણ કેવું હશે એ તો આપણે જાણીએ જ છીએ! હાલ, પૃથ્વી પર આપણે અનેક પ્રદૂષણો સાથે જીવવા ટેવાઈ ગયા છીએ. જેની સાથે જળપ્રદૂષણ પણ એક ગંભીર સમસ્યા છે.
અમરોલી – પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જળ પ્રદૂષણ – એક ગંભીર સમસ્યા
By
Posted on