રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં સોસાયટી- ફ્લેટમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ અમદાવાદમાં એસજી હાઈવે પર એક હોલમાં ગેટ ટુ ગેધરના બહાને ગરબાનું આયોજન કરવામાં આવતા પોલીસે હોલના મેનેજર સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા એક બેન્કવેટ હોલમાં એક કંપની દ્વારા ગેટ ટુ ગેધરના બહાને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે બેન્કવેટ હોલમાં દરોડો પાડી ગરબાનું આયોજન કરનાર કંપનીના મેનેજર, હોલના મેનેજર સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ કોમર્શિયલ ગરબા, હોલ, પાર્ટી પ્લોટ, કે અન્ય જગ્યાએ ગરબાની મંજૂરી આપી નથી.