સીએમ ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના સાલડીમાં કહ્યું હતું કે આ મારી સાસરી છે, એટલે વિકાસ બરાબર કરજો. જો કે સીએમ પટેલે આ રીતે રમૂજમાં આ કહીને મહેસાણાના જિલ્લાના અધિકારીઓને જે કહેવાનું હતું તે સંદેશો આપી દીધો હતો. પટેલે અહીં ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ સમારંભમાં કહ્યું હતું કે, જે ધર્મના માર્ગે ચાલે છે તે આગળ જાય છે. તેને કોઈ મુશ્કેલી પડતી નથી. કરોડપતિ હોય પરતું પાંચિયું ના છૂટે તો શુ કામનું ? પાંચિયું પણ ના છૂટે તેવા લોકો માટે મને થાય કે આ લોકો કરશે શું ? અમારૂ મંત્રી મંડળ નવુ નવુ છે એટલે થોડીક ભૂલો થાય તો જરૂર પડયે અમને રસ્તો બતાવજો, લાફો ના મારતા …
સીએમ પટેલ પોતાની તળપદી ગામઠી સ્ટાઈલમાં પ્રવચન કરીને લોકોના દિલ જીતી રહ્યાં છે. ગઈકાલે મધ્ય ગુજરાતના પ્રવાસ દરમ્યાન સીએમ પટેલે સ્વામીનારાયણ મંદિર ખાતે નીલકંઠ વર્ણીની પૂજા તથા અભિષેક કર્યા હતાં. જયારે ગઈકાલે રાત્રે અમદાવાદમાં લાલદરવાજા નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે આરતીમાં સહભાગી થઈને પૂજા અર્ચના પણ કરી હતી.