Gujarat

વેક્સિનના બંને ડોઝ લીધા હશે તો જ ગરબા રમી શકશે: 400 લોકોને મંજૂરી

આવતીકાલ ગુરૂવારથી નવરાત્રી શરૂ થઇ રહી છે, ત્યારે રાજ્યમાં સોસાયટી, ફ્લેટમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ કોરોનાને કારણે ચુસ્ત ગાઈડલાઈન પણ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાઈ છે. જેમાં વેક્સિનના બંને ડોઝ લીધા હોય તે વ્યક્તિ જ નવરાત્રી આયોજનમાં ભાગ લઇ શકશે. આ ઉપરાંત શેરી ગરબામાં 400 લોકોની છૂટ આપવામાં આવી છે તેમજ ગરબા રાત્રે 12 વાગ્યા સુધી જ રમી શકાશે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કોઈ ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી. સાથે જ પાર્ટી પ્લોટ કે અન્ય કોઇ જગ્યાએ કોમર્શિયલ ગરબાને મંજૂરી આપવામાં આવી નથી.

કોરોનાની રસી લીધા વિના ગરબા રમનાર પર કાયદેસરની કાર્યવાહી કરાશે
સોસાયટીઓ, ફ્લેટ, પોળમાં શેરી ગરબામાં રસીના બે ડોઝ લીધા વિના જોઈ ગરબા રમશે તો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મનપાના વહીવટી તંત્ર તથા રાજ્યના વહીવટી તંત્ર દ્વારા નવરાત્રી આયોજન દરમ્યાન કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થયા તેનું ચેકીંગ પણ કરવામાં આવશે.

Most Popular

To Top