બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Bollywood Superstar Shahrukh Khan’s Son Aaryan Khan )મુશ્કેલીઓ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. NCB ને આર્યન ખાનના મોબાઈલ ફોનમાંથી કેટલાંક ચોંકાવી દેનારા પુરાવા મળ્યા છે. આર્યન ખાન નિયમિતપણે ડ્રગ્સ પેડલર્સ સાથે સંકળાયેલો હોવાનું તથા ડ્રગ્સની હેરફેરમાં સામેલ હોવાની NCBને આશંકા છે. NCBએ કોર્ટ સમક્ષ આર્યન ખાન તથા અન્ય આરોપીઓની 11 ઓક્ટોબર સુધીના રિમાન્ડ માંગ્યા હતા. NCBએ કોર્ટને કહ્યું છે કે આર્યન સહિત ત્રણેય આરોપીઓ અરબાઝ અને મુનમુન એક જ ઈન્ટરનેશનલ ડ્રગ્સ ગેંગના સભ્ય હોવાની આશંકા છે અને આ દિશામાં NCB વધુ તપાસ કરવા માંગે છે. જેથી ડ્રગ્સ નેક્સેસના મૂળ સુધી પહોંચી શકાય.
NCB એ કોર્ટ સમક્ષ આર્યન ખાનની 11 ઓક્ટોબર સુધીની કસ્ટડી માંગી હતી પરંતુ કોર્ટે 7 ઓક્ટોબર સુધીની કસ્ટડી મંજૂરી આપી હતી. હવે આગામી 3 દિવસ આર્યન અને તેના બે મિત્રો જેલમાં જ રહેશે. આર્યનના ફોનમાંથી ચોંકાવનારી તસવીરો મળી હોવાનું NCB એ કોર્ટ સમક્ષ જણાવ્યું છે. ફોનમાં ડ્રગ્સના સ્ટોકના ફોટા પણ મળ્યા છે. આ ઉપરાંત વોટ્સએપ ચેટ્સમાં કેટલાંક કોડ મળ્યા છે, જે ડ્રગ્સ નેક્સેસ સંબંધિત હોવાનું માનવામાં આવે છે. ડ્રગ લિંગ અને નેક્સેસ ઉઘાડું પાડવા માટે આયર્ન ખાનને કસ્ટડીમાં રાખી પૂછપરછ કરવી પડશે એમ NCB એ કોર્ટ સમક્ષ દલીલ કરી છે.
NCB અનુસાર આર્યન ખાનના ફોનમાં કેટલીક આપત્તિજનક આ તસવીરો મળી છે, જે ચોંકાવનારી છે. NCB આ તસવીરો અંગે પણ તપાસ કરવા માંગે છે, તેથી 11 ઓક્ટોબર સુધીની કસ્ટડી માંગી છે. આર્યનના ફોનમાં પિક્ચર્સ ચેટના રૂપમાં કેટલીક લિંક મળી છે, જે ઈન્ટરનેશનલ ડ્રગ્સ ટ્રાફિકીંગ તરફ ઈશારો કરે છે. વોટ્સએપ ચેટ્સમાં કેટલાંક કોડસ સામેલ છે. જે ડ્રગ્સ સંબંધિત છે. આર્યન ડ્રગ્સ પેડલર્સ સાથે ઘણા વર્ષોથી જોડાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તે ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં સામેલ હોવાની NCB ને આશંકા છે.
આ તરફ આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટને કહ્યું કે, આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. તેના મિત્ર પાસેથી 6 ગ્રામ ડ્રગ્સ મળ્યું છે. આર્યન પાસે કશું મળ્યું નથી. આર્યને કોઈને કોઈ પૈસા આપ્યા નથી. આર્યન ક્રુઝની પાર્ટીમાં સ્પેશિયલ ગેસ્ટ હતો, તેથી તેને જામીન આપવા જોઈએ.
દરમિયાન કોર્ટે કહ્યું, એવું લાગે છે કે વકીલ સતીષ માનશિંદે તેમના અસીલ આર્યન ખાનના પોલીસ રિમાન્ડની માંગણી કરી રહ્યાં છે અને જામીન માટે દલીલ પણ કરી રહ્યાં છે.